અમદાવાદના જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો છે.

રથયાત્રામાં મોટી સંખ્યામાં અખાડાના સાધુ સંતો, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો કરતી મંડળીઓ અને ભજનમંડળીઓ સહિત અનેક આકર્ષણો જોડાયા છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદવિધિ કરાવ્યા બાદ ભગવાનને રાજ્યમાં સારા વરસાદની પ્રાર્થના કરી છે. સીએમ વિજય રૂપાણીએ કહ્યુંકે મંદિરથી યાત્રાનો શુભારંભ થયો છે, ભગવાન જગન્નાથની કૃપા રાજ્યમાં વરસતી રહે.

અમદાવાદમાં રથયાત્રાને પગલે પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.. શહેરમાં 25 હજાર જેટલા પોલીસના જવાનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.. આ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે SRP, અન્ય ક્ષેત્રની પોલીસકર્મીઓ અને CCTVનો ઉપયોગ કરવામાં આવ્યો છે.