ગુજરાતમાં રાજયસભા ચૂંટણી જીત્યા બાદ હવે પુરી રીતે પોલીટીકલ એકશન મોડમાં આવી ગયેલા ભાજપે આગામી સમયમાં યોજાનારી ધારાસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે આજે તેના ભાગરૂપે રાજયસભા ચૂંટણી સમયે રાજીનામુ આપના૨ કોંગ્રેસના આઠ ધારાસભ્યો માંથી પાંચ ધારાસભ્યો સતાવા૨ રીતે ભાજપમાં જોડાઈ ૨હયા છે.

૨૦૨૦માં ભાજપે કોંગ્રેસની આઠ વિકેટો પાડી છે અને તેમાં તમામ રાજયસભા એક બેઠક જીતવા માટે હતી આ મીશન પા૨ પડી ગયુ છે અને તે પછી કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને પક્ષ દ્વારા જયાં જયાં ટીકીટનું વચન અપાયું છે તેવા પાંચ ધારાસભ્યોને આજે વિધિવત રીતે ભાજપમાં ભેળવાશે જે ધારાસભ્યો ભાજપમાં ભળી ૨હયા છે તેમાં મો૨બીના બ્રિજેશ મે૨જા, કપ૨ડાના જીતુ ચૌધરી, ક૨જણના અક્ષય પટેલ, અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા અને ધારીના જે.વી. કાકડીયાનો સમાવેશ થાય છે.

જયારે ત્રણ ધારાસભ્યો ડાંગના મંગળ ગાવીત, લીંબડીના સોમાભાઈ પટેલ તથા ગઢડાના પ્રવિણભાઈ મારૂ હાલની તકે ભાજપમાં નહીં જોડાય તેવા સંકેત છે. સુત્રોના જણાવ્યા મુજબ જે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના નથી તેઓને અન્ય રીતે ભાજપ સમાવી લેશે આ બેઠકો પ૨ ભાજપના સ્થાનિક ઉમેદવારોને ફરી ચૂંટાવાની તક અપાઈ તે શક્યતા દર્શાવાય ૨હી છે.

લીંબડીમાં ભાજપ પરાજિત આગેવાન કિરીટસિંહ રાણાને ફરી ચૂંટણી લડાવી શકે છે જયારે ગઢડામાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને એક સમયના મંત્રી આત્મારામ પ૨મા૨ને પક્ષ ટીકીટ આપી શકે છે. જયારે ડાંગમાં પણ મંગળ ગાવિતના સ્થાને ભાજપ કોઈ સ્થાનિક આદિવાસી ઉમેદવા૨ને ટીકીટ આપે તેવી ધા૨ણા છે. સુરેન્નગ૨ના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે તો એક વાતચીતમાં સ્પષ્ટ જાહે૨ ર્ક્યુ છે કે હજુ મારા ભાજપ પ્રવેશનો સમય આવ્યો નથી અને યોગ્ય સમયે હું ભાજપમાં જોડાઈશ.

એક તબકકે ધારીમાં જે.વી.કાકડીયાના સ્થાને આ બેઠકમાં પરાજિત થયેલા ભાજપના નેતા દિલીપ સંઘાણી ફરી ચૂંટણી લડવા માટે આતુ૨ હતા પરંતુ પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ કાકડીયાએ પોતે વિધાનસભામાંથી રાજીનામુ આપતા સમયે પોતે ટીકીટ ફરી મેળવશે તેવી બાંહેધરી મેળવી લીધી છે અને તેથી તેઓનો ભાજપ પ્રવેશ શક્ય બન્યો છે. ત્રોના જણાવ્યા મુજબ આ તમામ પાંચને પેટા ચૂંટણીમાં ફરી ટીકીટ મળશે તે નિશ્ર્ચિત છે. જયારે અન્ય ત્રણ માટે પક્ષ પોતાના સ્થાનિક ઉમેદવારોને તક આપી શકે છે.