બોલીવુડ સ્ટાર સની દેઓલ હાલમાં પોતાની બ્લોક બલ્સ્ટર ફિલ્મ ‘દામિની’ની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
આ ફિલ્મ હિટ ફિલ્મો માંથી એક ફિલ્મ હતી. તે સમયે ફિલ્મે ઘણી મોટી કમાણી કરી હતી. તેમ જ આ ફિલ્મ દર્શકોના મનમાં હંમેશા માટે વસી ગઇ. સની દેઓલના ધમાકેદાર ડાયલોગ્સને કારણે બની હતી આ ફિલ્મને હંમેશાં માટે યાદગાર બનાવી દીધી.
અમરિશ પુરીથી લઇને મીનાક્ષી શેષાદ્રી અને રીશી કપુરના કિરદારોને લોકો આજ સુધી નથી ભૂલી શક્યા. ત્યારે ફરી વાર સની દેઓલ આ ફિલ્મની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમની મદદ કરતા શાહરૂખ ખાને દામિનીનીના રાઇટ્સ સની દેઓલને આપી દીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સની દેઓલ દામિનીની રીમેક પોતાના દીકરા કરણ જોહર માટે બનાવવા ઇચ્છે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મના રાઇટ્સ શાહરૂખની કંપની રેડ ચીલી પાસે હતા. જ્યારે શહરૂખને ખબર પડી કે સની દેઓલ દામિનીની રીમેક બનાવવા ઇચ્છે છે. તો સામે ચાલીને દામિનીના રાઇટ્સ સની દેઓલને આપી દીધા. સની દેઓલના દીકરા કરણે ગયા વર્ષે ‘પલ પલ દિલકે પાસ’ થી ડેબ્યુ કર્યું હતું પરંતુ તે ફિલ્મ ખાસ ચાલી નહિ. જેના કારણે સની હાલમાં દરેક કદમ ફૂંકી ફૂંકીને મૂકી રહ્યા છે અને કરણની કરીયરને પાટે ચડાવવા માટે સની હિટ ફિલ્મની રિમેક બનાવી રહ્યા છે.