ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીની અમદાવાદની મુલાકાતને લઈ પોલીસે તૈયારીઓ કરી દીધી છે. કાર્યક્રમને લઈ DCP વિજય પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને તૈયારીઓ ચાલી રહી છે. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. સાથે જ મોટેરા સ્ટેડિયમ પાસે 1.5 કિલોમીટર વિસ્તારમાં 28 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે.

મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં આમંત્રણ વિના કોઇપણને એન્ટ્રી મળશે નહીં. પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાતે જશે. ત્યારમાં એક મોટા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો બાદ ટ્રમ્પ અને પીએમ મોદી મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેશે. સ્ટેડિયમ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અલગ અલગ જિલ્લામાંથી નામજોગ આમંત્રણ આપ્યા છે તેમને જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. પોલીસના કાફલાની સાથે Nsgની પણ ટીમો અલગ અલગ જગ્યાએ તહેનાત રહેશે.