સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું છે કે, તેમને ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ તે આ જાળમાં નહી ફસાશે અને તેનો કોઈ પ્રભાવ તેના પર નહી પડે. તેમણે ચેન્નઈ સ્થિત તેમના નિવાસસ્થાને પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, તમિલ કવિ તિરુવલ્લુવર સાથે પણ આવું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સત્ય તે છે કે ના તો તેઓ તિરુવલ્લુવર છે અને ના તો હું તેમની જાળમાં ફસાઈશ.
ગત સપ્તાહે બેંકોકની યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદીએ તમિલ કવિ તિરુવલ્લુવર પર એક પુસ્તકનું વિમોચન કર્યું. તે બાદ પાર્ટીની તમિલનાડૂની યૂનિટે એક પ્રખ્યાત કવિની તસવીર ટ્વીટ કરી જેમાં તેમને ભગવા વસ્ત્રોમાં દેખાડવામાં આવ્યા.
આ તસવીરને લઈને ભાજપ અને સ્ટાલિનના નેતૃત્વવાળી ડીએમકે વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો. આ ભગવાકરણના વિવાદમાં રજનીકાંત પણ કુદ્યા અને તેમણે આરોપ લગાવ્યો કે, પાર્ટી તેમને પણ ભગવા રંગમાં રંગવા માંગે છે. જ્યારે તેમણે તિરુવલ્લુવર પર રાજનીતિના વિવાદને મુર્ખતાપૂર્ણ ગણાવી ફગાવી દીધો અને તે વાત પર જોર આપ્યું કે, આ મુદ્દો આ રીતે ધ્યાન આપવા લાયક નથી જે પ્રકારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેની જગ્યાએ સામાન્ય માણસના મુદ્દે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવવું જોઈએ.