કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આપેલી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા પરત ખેંચી લીધી છે. ગૃહ મંત્રાલયે હવે તેમને કેન્દ્રીય સુરક્ષા દળની સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવવા માટેનો નિર્ણય રિવ્યૂમાં લેવામાં આવ્યો છે. આ સુરક્ષા દેશના દિગ્ગજ નેતાઓને આપવામાં આવે છે. આ સુરક્ષા મેળવનારા નેતાઓની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના દીકરા રાહુલ ગાંધી અને દીકરી પ્રિયંકા ગાંધીનો સમાવેશ થાય છે.મનમોહન સિંહ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને વીપી સિંહની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. ખતરાની આશંકાને ધ્યાનમાં રાખતા પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને આ સુરક્ષા કવચ આપવામાં આવતું હોય છે. મનમોહન સિંહની દીકરીઓએ જ પોતાની જાતને આ સુરક્ષા કવચમાંથી પોતાને અલગ કરી લીધી હતી. આવી જ રીતે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની દત્તક પુત્રીએ પણ સુરક્ષા લેવાની ના પાડી દીધી હતી.