સદગુરૂ તરીકે જાણીતા પ્રસિદ્ધ યોગી અને ઇશા ફાઉન્ડેશનના પ્રણેતા શ્રી જગ્ગી વાસુદેવના પિતા ડો. વાસુદેવનું શુક્રવાર, 8 નવેમ્બરે નિધન થયું છે. સ્વ. ડો. વાસુદેવ એક જાણીતા ઓપ્થોમોલોજીસ્ટ હતા અને નિવૃત્તિ પૂર્વે ભારતીય રેલવેમાં તએ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમનો જન્મ ઈ.સ. 1924માં બેંગ્લુરુમાં થયો હતો. તેઓ મૈસુરુમાં સ્થાઈ થયાં હતાં. તેમને ચાર સંતાનો હતાં જેમાં બે પુત્રીઓ તથા બે પુત્રો હતાં. તેમાં એક પુત્ર રવિન્દ્ર ફાર્માસિસ્ટ અને બીજા પુત્ર જગ્ગી વાસુદેવ ધાર્મિક ગુરુ છે. તેમના પત્નિ સુશિલામ્મા 90ના દાયકામાં જ સ્વર્ગવાસી થયાં હતાં.