બાંગ્લાદેશે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટી-20માં ભારતને 7 વિકેટ હરાવ્યું છે. 149 રનનો પીછો કરતાં બાંગ્લાદેશે 3 બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો અને ભારત સામે પ્રથમવાર ટી-20 મેચ જીતી હતી. આ પહેલાની આઠેય ટી-20માં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું હતું.

બાંગ્લાદેશ માટે વિકેટકીપર મુશફિકર રહીમે સર્વાધિક 60 રન કર્યા હતા. તેણે છેલ્લે સુધી બેટિંગ કરીને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી હતી. તેનો સાથ આપતાં સૌમ્ય સરકારે 39 રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ ત્રીજી વિકેટ માટે 60 રન ઉમેર્યા હતા. સીરિઝની બીજી મેચ 7 નવેમ્બરે રાજકોટમાં રમાશે.ભારતે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટી-20માં બાંગ્લાદેશને 149 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત માટે ઓપનર શિખર ધવને સર્વાધિક 41 રન કર્યા હતા.

તે સિવાય ઋષભ પંતે 27 રન અને શ્રેયાંસ ઐયરે 12 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો ન હતો. બાંગ્લાદેશ માટે અમિનુલ ઇસ્લામ અને એસ ઇસ્લામે 2-2 વિકેટ લીધી હતી. ભારતે એક સમયે 18 ઓવરમાં 118 રન જ કર્યા હતા.

જોકે તે પછી વોશિંગ્ટન સુંદર અને કૃણાલ પંડ્યાએ અંતિમ 2 ઓવરમાં 30 રન ફટકારીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોચાડ્યું હતું. સુંદરે 5 બોલમાં 14 અને પંડ્યાએ 8 બોલમાં 15 રન કર્યા હતા.રોહિત શર્મા T-20 ઇન્ટરનેશનલમાં હાઈએસ્ટ રન સ્કોરર બન્યો છે. તેણે વિરાટ કોહલી (2450 રન)ને પાછળ છોડ્યો હતો. જોકે રોહિત આજે બેટ વડે કોઈ ખાસ દેખાવ કરી શક્યો ન હતો. તે 9 રને ઇસ્લામની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.

ભારત માટે શિખર ધવન સૌથી સેટ બેટ્સમેન લાગતો હતો જોકે તે રનઆઉટ થયો હતો. ઋષભ પંતે મિડવિકેટ પર શોટ મારીને 2 રન માટેનો કોલ આપ્યો હતો અને પાછળથી ના પાડતા ધવન અર્ધેથી ક્રિઝ પર સમયસર પહોંચી શક્યો ન હતો. ધવને 42 બોલમાં 3 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 41 રન કર્યા હતા. શ્રેયસ ઐયર 22 રને ઇસ્લામની બોલિંગમાં નઇમના હાથે કેચ આઉટ થયો હતો. તેની પહેલા લોકેશ રાહુલ 15 રને લેગ સ્પિનર અમિનુલ ઇસ્લામની બોલિંગમાં કવર્સ પર મ્મહમદુલ્લાહના હાથે કેચ આઉટ થયો હતો.

બાંગ્લાદેશે ભારત સામેની પ્રથમ ટી-20માં દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. આ મેન્સ ક્રિકેટની 1000મી ઇન્ટરનેશનલ T-20 મેચ છે. ભારત માટે શિવમ દુબે પોતાની ડેબ્યુ મેચ રમી રહ્યો છે. રોહિત શર્મા ભારત માટે સૌથી વધુ 99 T-20 રમનાર પ્લેયર બન્યો, તેણે ધોની (98 ટી-20)ને પાછળ છોડ્યો છે. ભારત વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા અને યૂઝવેન્દ્ર ચહલ એમ ત્રણ સ્પિનર્સ સાથે રમી રહ્યું છે.