અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘જી’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. અમદાવાદમાં આ ફિલ્મના લીડ સ્ટાર્સ ચિરાગ જાની અને એક્ટ્રેસ અન્વેષી જૈનની હાજરીમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું. આ ફિલ્મમાં આ બન્ને કલાકારો ઉપરાંત અભિમન્યુ સિંહ, અન્વેષી જૈન અને ચિરાગ જાની પણ લીડ રોલમાં જોવા મળશે. ‘જી’ એ ગુજરાતમાં થતાં ગેરકાયદેસર દારુના ધંધા પર આધારીત છે. જેના બુટલેગરનો સામનો કરવા માટે બાહોશ અધિકારી એસીપી સમ્રાટ મેદાને પડે છે.આ ફિલ્મમાં અભિમન્યુ સિંહ ગજરાજ નામના વિલનના કેરેક્ટરમાં જોવા મળશે તો ચિરાગ જાની આઈપીએસ અધિકારી એસીપી સમ્રાટ તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં ‘ગંદી બાત 2’ ફેમ અન્વેષી જૈન એસીપી સમ્રાટની પત્નીના રોલમાં જોવા મળશે.ગેરકાયદે દારૂનો ધંધો કરનાર લિકર માફિયા ગજરાજને પકડવા માટે એસીપી સમ્રાટને વિશેષ મિશન સોંપવામાં આવેલું હોય છે. આ મિશન પૂરું કરવા દરમિયાન અનેક વળાંકો સર્જાય છે. આ ફિલ્મનું ટ્રેલર એક્શનપેક છે તો ચિરાગ જાની અને અન્વેષી જૈનની જોડીનો રોમાન્સ પણ જોવા મળે છે.