કેન્દ્ર સરકારે સોનિયા ગાંધી,રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા હટાવવાનો નિર્ણય કર્યો છે. જોકે ગાંધી પરિવારની સુરક્ષામાં કોઈ પ્રકારની સમજુતી કરવામાં આવશે નહીં. ગાંધી પરિવારને હજુ પણ ઝેડ પ્લેસ સુરક્ષા આપવામાં આવશે. સરકારી સૂત્રોના મતે કેન્દ્ર સરકારે બધી એજન્સીઓ તરફથી થ્રેડ ઇનપુટનું આકલન કરીને આ નિર્ણય કર્યો છે. મોદી સિવાય કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીને એસપીજી સુરક્ષા આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે ખતરાનું આકલન કર્યા પછી નોધ્યું કે ગાંધી પરિવારને કોઈપણ પ્રકારનો સીધો ખતરો નથી. રાજીવ ગાંધીની 1991માં હત્યા પછી નિર્ણય કરવામાં આવ્યો હતો કે પૂર્વ પ્રધાનમંત્રીઓને પણ એસપીજી સુરક્ષા આપવામાં આવશે. જોકે પૂર્વ પ્રધાનમંત્રીઓને સુરક્ષાની સમય-સમય સમીક્ષા કરવામાં આવે છે અને જરુરત પ્રમાણે તેની ઘટાડવામાં આવે છે. આ વર્ષે ઑગસ્ટમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવી લેવામાં આવી હતી.