વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડનો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ ગોધરાકાંડનો આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે.

નાણાવટી-મહેતા પંચનો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે, ગોધરા હત્યાંકાંડ અને તે બાદ થયેલા રમખાણોનો સમગ્ર અહેવાલ પરથી પડદો ઉઠશે. તેમજ લોકોના પ્રશ્નોનો પણ સવાલ મળશે. 2002માં થયેલા તોફાનોનો સંપૂર્ણ અહેવાલ આ રિપોર્ટમાં મળી રહેશે. આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ પાર્ટ-2નો રિપોર્ટ રજૂ કરાયો છે. જેમાં 58 કારસેવકોના મૃત્યુ થયા હતા, તેમજ 40થી વધારે લોકોને ગંભીર ઈજા થઈ હતી.

આ ઘટનાને કારણે સમગ્ર ગુજરાતની પ્રજા આઘાત અનુભવી હતી. 6 માર્ચ, 2002ના રોજ તપાસ પંચ નિમવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભામાં આજે ગોધરા કાંડનો અહેવાલ રજૂ થયો. 17 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં મૂકાયો . 27 ફેબ્રુઆરી 2002માં 58 કારસેવકોનાં મોત થયાં હતાં. આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડનો અહેવાલ રજુ કરાયો છે.

જસ્ટિસ જી. ટી. નાણાવટી અને અક્ષય એચ. મહેતા મહેતા તપાસ પંચના રિપોર્ટનો બીજો ભાગ વિધાનસભા ગૃહમાં રજુ કરાશે. 27 ફેબ્રુઆરી 2002માં ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી દેવામાં આવી હતી, જેમાં કોચ નંબર એસ-6માં સવાર 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા.

જે બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં અને તેની તપાસ માટે આ પંચની રચના કરવામાં આવી છે. નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ આજથી 10 વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બર 2009માં શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયો હતો.

નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો બીજો ભાગ આજથી 5 વર્ષ પહેલાં 18 નવેમ્બર 2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સોંપાયો હતો. હવે આ રિપોર્ટને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો પૂર્વઆયોજીત નહોતા. માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી.

આ તોફાનોમાં રાજકીય આગેવાન અશોક ભટ્ટ, ભરત બારોટ અને હરેન પંડ્યાની પણ સંડોવણી નહોતી. આજે વિધાનસભામાં રજૂ થયેલા નાણાવટી પંચના અહેવાલ અંગેની વિગતો આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મોદી ટ્રેનમાં પુરાવાના નાશ કરવા ગયા હતા તે આરોપ ખોટા પૂરવાર થયા છે. આ તોફાનોમાં ત્રણ અધિકારીઓ આર.બી.શ્રી કુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની નકારાત્મક ભૂમિકા હોવાનું પૂરવાર થયું છે.