Getty Images)

ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઇઓનું પદ સંભાળનાર ભારતીય મૂળના સુંદર પિચાઇને આગામી ત્રણ વર્ષ માટે કુલ 1722 કરોડ રૂપિયા(246 મિલિયન ડોલર)નું પેકેજ મળશે. કોઇ પણ સર્ચ એન્જિન કંપનીના અધિકારી માટે આ અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે. આ પેકેજમાં 1680 કરોડ રૂપિયા (240 મિલિયન ડોલર)ના કંપનીના શેર તથા 42 કરોડ રૂપિયા(60 લાખ ડોલર)ની ટેક હોમ સેલેરી પણ સામેલ છે. કંપની દ્વારા શુક્રવારે અમેરિકન શેર બજારને આપવામાં આવેલી માહિતી અનુસાર પિચાઇને વર્ષ 2020થી દર વર્ષે 14 કરોડ રૂપિયા(20 લાખ ડોલર)નો વાર્ષિક પગાર મળશે. પિચાઇથી પહેલા અલ્ફાબેટના સીઇઓ લેરી પેજ હતાં. જે ફક્ત 1 ડોલર(70 રૂપિયા)નો પગાર લેતા હતાં. અધિકારીઓના પગાર પર નજર રાખતી કંપની ઇક્વિલરના માર્કેટિગ મેનેજર અમિત બાતિશે જણાવ્યું હતું કે સીઇઓને મળતા પગારની સરખામણી કરવામાં આવે ત સુંદર પિચાઇ એપલના સીઇઓ ટિમ કૂકથી થોડાક જ પાછળ છે. ટીમ કૂક જ્યારે એપલના સીઇઓ બન્યા હતાં ત્યારે તેમને કુલ 2632 કરોડ રૂપિયા (37.6 કરોડ ડોલર)નું પેકેજ મળ્યું હતું. ગૂગલના ફાઉન્ડર્સના ખૂબ જ વિશ્વાસપાત્ર પિચાઇ છેલ્લા 15 વર્ષથી કંપનીમાં કાર્ય કરી રહ્યાં છે અને હાલમાં તે કંપનીના સૌથી મોટા ચહેરા છે. પ્રાઇવેસી અંગે મોનોપોલી જેવા અનેક મુદ્દાઓ પર પિચાઇ અમેરિકાના સાંસદોના નિશાન પર છે અને અનેક વખત ટીકાઓનો સામનો કરી ચૂક્યા છે.