ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના કલીન સ્વીપ તથા કોંગ્રેસમાંથી અનેક ટોચના નેતા ઉતર્યા છે. ભાજપ તમામ છ બેઠકો જીતવા માટે વિશ્ર્વાસ ધરાવે છે. જો કે પક્ષમાં એક બે બેઠકોમાં આંતરિક ભાંગફોડ કેટલું નુકશાન કરી શકે તેના પર સૌની નજર છે.ધારાસભ્યોના ભાજપ પ્રવેશ વચ્ચે યોજાઈ રહેલી રાજય વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીમાં આજે સવારથી મતદાનનો પ્રારંભ થયો છે અને પેટાચૂંટણીના પેટર્ન મુજબ સવારે ધીમું મતદાન બપોર બાદ વેગ પકડીને 50%ની આસપાસ કુલ મતદાન થાય તેવા સંકેત છે.
આ છ વિધાનસભા બેઠકોમાં રાધનપુર બેઠક પરથી 2017માં કોંગ્રેસની ટિકીટ પર ચુંટાયેલ અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરના ધવલસિંહ ઝાલાએ પક્ષ અને ધારાસભામાંથી રાજીનામું આપીને હવે ભાજપની ટિકીટ પર ચૂંટણી લડી રહ્યા છે. જયારે બાકીની આ બેઠકોમાં અમદાવાદ અમરાઈવાડી બેઠક પરના સીટીંગ ધારાસભ્ય હસમુખ પટેલ અમદાવાદ પુર્વ બેઠક પર વિજેતા થતા આ બેઠક ખાલી પડી છે અને ભાજપે ત્યાં મતદાર ઉમેદવાર જગદીશ પટેલને ટિકીટ મળી છે અને કોંગ્રેસ પક્ષના ધર્મેશભાઈ પટેલ મેદાનમાં છે જે પર પાટીદાર છે અને બન્ને પાયીદાર વચ્ચે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ પક્ષે રઘુભાઈ દેસાઈને મેદાનમાં લાવ્યા છે તો બાયડમાં ભાજપે કોંગ્રેસના આયાતી ધવલસિંહ ઝાલાને ટિકીટ મળી તો કોંગ્રેસે અહી પક્ષના પીઢ નેતા જસુભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
મહેસાણાની ખેરાલુ બેઠકના પુર્વ ધારાસભ્ય ભરતસિંહ ડાભી સાંસદ બનતા ભાજપે અહી અજમલભાઈ ઠાકોરને ટિકીટ મળી છે તેની સામે કોંગ્રેસના બાબુજી ઠાકોરને ટિકીટ આપી છે. થરાદ બેઠક પર પરબત પટેલ સાંસદ બનતા અહી ભાજપના જીવરાજભાઈ પટેલને ટિકીટ આપી છે. જયારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં છે. લુનાવાડામાં ભાજપના જીજ્ઞેશ સેવક સામે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણની ટકકર છે. આમ છ બેઠકોમાં ભાજપે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બે કેન્દ્રીય મંત્રીઓ પુરુષોતમ રૂપાલા મનસુખ માંડવીયાને મેદાનમાં ઉતાર્યા હતા.