ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવે લેટેસ્ટ આંકડા વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલના રોજ નવા 8 પોઝિટિવ કેસ સામે આવ્યા અને બધા જ કેસ અમદાવાદના છે. ગુજરાતમાં 1586 કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 82 કેસ પોઝીટીવ આવ્યા છે અને 1501 જેટલાં નેગેટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3 કેસ પેન્ડિંગ છે.

આ કેસોમાં વિદેશ પ્રવાસનાં 31 લોકો છે અને લોકલ 41 લોકો છે અને આંતરરાજ્યનાં 6 લોકો છે. વેન્ટીલેટર કેરની વ્યવસ્થા પણ સરસ રીતે ગોઠવાઈ છે.અમદાવાદમાં 1200 બેડની કોવિડ બની રહી છે. વેન્ટીલેટર ઉપલબ્ધ છે 1000 લેવાની તજવીજ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારને પણ જરૂરિયાત પ્રમાણમાં આપશે. માસ્કનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં છે. વેન્ટીલેટરને ચલાવવા માટે જરૂરી માનવ સંસાધન 9 હજાર લોકોને આઈડેન્ટીફાઈ કર્યા છે. આ બધા લોકોની ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે.એક 52 વર્ષના પુરુષ તેમની આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. બીજા એક 18 વર્ષના યુવાન છે, જેઓએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો.

એક 45 વર્ષના મહિલા છે, જેઓએ પણ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. ચોથા દર્દી 65 વર્ષની મહિલા છે, જેઓએ લોકલ ટ્રાન્સપોર્ટ કર્યો હતો. 68 વર્ષનાં પુરૂષ છે, તેમણે પણ આંતરરાજ્ય પ્રવાસ કર્યો હતો. 54 વર્ષનાં પુરૂષ છે, તેમણે પણ વિદેશ પ્રવાસ કર્યો હતો.58 વર્ષનાં મહિલા છે તેઓ લોકલ ટ્રાન્સમિશનનો ભોગ બન્યા છે. આ તમામનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 82 થયા છે. અમદાવાદમાં ચાંદખેડા, બોડકદેવ, શાહપુર, કાળુપુર, રાયપુર, બાપુનગરના કેસ છે.વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યાં.

ત્યારે પ્રજાન લક્ષી કામગીરીમાં કોઇ ખલેલ ન પહોંચે તે માટે આજે ગાંધીનગર મુખ્ય મંત્રી નિવાસસ્થાનેથી મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી.આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિહ જાડેજા અને મુખ્ય સચિવ પોલીસ મહા નિદેશક તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.