રાજ્યમાં દરરોજ કોરોના પોઝિટિવની સંખ્યા સરેરાશ 300થી વધુની થઈ ગઈ છે. ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કેસનો આંકડો 14063 થઈ ગયો છે જ્યારે મૃત્યુઆંક 858એ પહોંચ્યો છે. હાલમાં 67 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસો તેમજ મૃત્યુઆંકમાં સૌથી વધારે અમદાવાદના દર્દીઓ સામેલ છે. અમદાવાદમાં પણ કેસનો આંકડો 10280એ પહોંચ્યો છે જ્યારે સારવાર દરમિયા મૃત્યુપામનાર દર્દીઓની સંખ્યા 697 થઈ છે. રાજ્યમાં દરરોજ કોરોનાના કારણે 20થી 30 દર્દીઓના મોત થાય છે.

આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે. નવા નોંધાયેલા 29 મૃત્યમાંથી 8 દર્દીના કોરોનાથી અને 21ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણ મોત થયા છે.

હાલ કુલ 14,063 દર્દીમાંથી 67 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 6,726 દર્દીની હાલત સ્થિર છે અને 858ના મોત થઈ ચૂક્યા છે. તેમજ ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1,82,869 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 14063ના રિપોર્ટ પોઝિટિવ અને 1,68, 806ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જ્યારે 394 નવા કેસનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 279, સુરતમાં 35, વડોદરામાં 30, સાબરકાંઠામાં 14, ગાંધીનગરમાં 11, રાજકોટમાં 5, દાહોદમાં 4 ખેડામાં 3, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, અન્ય રાજ્યમાં 2-2 જ્યારે ભાવનગર, આણંદ, અરવલ્લી, જામનગર અને વલસાડ માં 1-1 કેસ નોંધાયા છે.