Gujarat's new chief minister Vijay Rupani (C) attends his swearing in ceremony in Gandhinagar, some 30km from Ahmedabad, on December 26, 2017. Indian Prime Minister Narendra Modi and Bhartiya Janta Party (BJP) national president Amit Shah joined senior BJP leaders and other state chief ministers for the swearing in ceremony of the newly elected Gujarat chief minister Vijay Rupani. / AFP PHOTO / SAM PANTHAKY (Photo credit should read SAM PANTHAKY/AFP via Getty Images)

છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં ભાજપના શાસનમાં જાહેર દેવુ વધી રહ્યુ છે. દેશના વિકાસનુ આર્થિક ગ્રોથ એન્જિન ગણાતાં ગુજરાતનુ જાહેર દેવુ રૂા.2.17 લાખ કરોડથી વધીને હવે 2,40,652 કરોડ સુધી પહોંચ્યુ છે.ભાજપ સરકારે આ જાહેર દેવાના વ્યાજ પેટે રૂા.35,302 કરોડ ચૂકવ્યાં છે.જો આ જ પરિસ્થિતિ રહી તો, વર્ષ 2019-20માં જાહેર દેવાની રકમ 2.50 લાખ કરોડના આંકને આંબી જશે. વિકાસની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં જાહેર દેવાનો ગ્રાફ વધી રહ્યો છે.

દર વર્ષે માત્ર ફુલગુલાબી બજેટ રજૂ કરીને સપનાં દેખાડવામાં આવે છે પણ કૃષિ સહિતના વિભાગોમાં પુરતુ બજેટ વપરાતુ નથી.આ પરિસ્થિતી વચ્ચે ગુજરાતમાં જાહેર દેવુ વધીને રૂા.2,40,652 કરોડે પહોંચ્યુ છે. ગુજરાત વિધાનસભાના ત્રિદીવસીય સત્રના બીજા દિવસે સરકારે જાહેર દેવાની વિગતો ગૃહમાં રજૂ કરી હતી. ગૃહમાં સરકારે નાણાં વિભાગે જવાબ રજૂ કર્યો કે, વર્ષ 2018-19માં ગુજરાતનુ જાહેર દેવુ રૂા.2,40,652 કરોડ સુધી પહોંચ્યુ છે.

રાજ્ય સરકારે વર્ષ 2017-18માં જાહેર દેવાના વ્યાજપેટે રૂા.17,146 કરોડ જયારે મુદ્દલ પેટે રૂા.13,700 ચૂકવ્યા હતાં. આ જ પ્રમાણે, વર્ષ 2018-19માં દેવાના વ્યાજ પેટે રૂા.18,124 કરોડ અને મુદ્દલ પેટે રૂા.15,440ની ચૂકવણી કરી હતી. સરકારે એવો ય ખુલાસો કર્યો કે, નાણાંકીય સંસ્થાઓની લોનનો દર 4.75થી માંડીને 8.75 ટકા છે. જયારે બજાર લોનમાં વ્યાજદર 6.05 ટકાથી માંડીને 9.75 ટકા રહ્યો છે.

એન.એસ.એસ.એફ લોનનો વ્યાજદર 9.50 ટકાથી લઇને 10.50 ટકા છે. ટૂંકમાં પ્રત્યેક વ્યક્તિ પર સરેરાશ 40 હજારનુ દેવુ હોવાનો અંદાજ છે. આ પરિસ્થિતિને જોતાં ગુજરાતમાં વર્ષ 2019-20માં 2.66 લાખ કરોડનુ જાહેર દેવુ થઇ શકે છે. આમ, ઉપરછલ્લુ બધુય સમુસુતરૂ છે પણ અંદર પોલંપોલ જેવો ઘાટ સર્જાયો છે.