ફોટો સાભાર ફેસબુક

સમગ્ર ગુજરાતમાં મોજ મજાથી ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં કેટલીક જગ્યાએ તહેવારની મજા માતમમાં ફેરવાઈ છે. રાજ્યમાં પતંગના દોરાથી અકસ્માતમાં મોત થવાની ઘટનાઓ ચર્ચાઈ રહી છે.

ત્યારે અમદાવાદ અને વડોદરા શહેરમાં અત્યારસુધીમાં અકસ્માતે બે યુવાનનાં મોત થઈ ગયા છે. વડોદરામાં પતંગ લેવા જતા સાતમાં માળેથી યુવક પટકાતા મોતને ભેટ્યો હતો. ત્યારે આવા અનેક બનાવો બન્યા જેમાં પટકાવાથી ઇજાઓ પહોંચી છે. ભરૂચમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન અકસ્માત સર્જાયો છે.

નારાયણનગરમાં 10 વર્ષીય બાળકી ધાબા પરથી પટકાઈ હતી. અંકલેશ્વરમાં 10 વર્ષનો બાળક ધાબા પરથી પટકાયો હતો. બીજી તરફ વડોદરામાં પતંગ ચગાવતા યુવક સાતમાં માળેથી પટકાતા મોતને ભેટ્યો. મક્તમપુર રોડ પર બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. દોરીથી યુવકનું ગળુ કપાતા સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે ઝઘડિયાના નાના સાંજા ગામમાં યુવતીને કરંટ લાગ્યો છે. આ ઘટનામાં ડી.જે. સ્પીકર ચાલુ કરવા જતાં યુવકીને કરંટ લાગ્યો છે.

હવે અમદાવાદ શહેરની વાત કરીએ તો, અમદાવાદમાં પતંગની દોરીથી બચવા જતા બે બાઇક વચ્ચે અકસ્માત થતા એક યુવાનનું મોત થયું છે. અમદાવાદના અકસ્માતમાં એક વાહન ચાલક પાછળ બેસેલા વ્યક્તિના હાથમાં રહેલો થેલો પડી જતા તેમાંથી બિયરના ટીન પણ પછડાયા હતા. બપોરે 12 વાગ્યા સુધીમાં 108ને રાજ્યભરમાંથી 1305 ઇર્મજન્સી કોલ મળ્યા હતા.

12 વાગ્યા સુધીમાં 108ને સમગ્ર રાજ્યમાંથી 1305 ઇમરજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ 108નો એક કેસ વધારે સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમમાં બે વ્યક્તિના મોતનાં સમાચાર છે. ચાઇનીઝ દોરીએ અને કાતિલ માંઝાએ રાજ્યમાં અનેક ઘરોમાં ઉત્તરાયણને માતમમાં બદલી નાખી હતી.