આશાસ્પદ રેપરની ભૂમિકામાં રણવીર સિંહને ચમકાવતી ઝોયા અખતરની ફિલ્મ ‘ગલી બોય’ને ઓસ્કારમાં એન્ટ્રી મળી હતી. ભારતની આ ફિચર ફિલ્મને ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરીમાં સમાવવામાં આવી હતી, એમ આજે એક જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું.

ફેબ્રૂઆરી, 2014માં સમગ્ર દેશમાં રજૂઆત પામી ચૂકેલી રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિજય રાઝ, કલકી કોચલીન, સિર્ધ્ધંત ચતુર્દેવીને ચમકાવતી આ ફિલ્મ ભારતની સત્તાવાર એન્ટ્રી હશે. રિતેશ સધવાણી અને ફરહાન અખતર દ્વારા નિર્મીત આ ફિલ્મમાં રણવીર સિંહને એક આશાસ્પદ ગાયક-રેપર તરીકે રજૂ કરાયો હતો જે પોતાના સપના સાકાર કરવા મુંબઇમાં આવે છે.

રણવીરે સિંહે કહ્યું હતું કે આ તો મારા માટે ગૌરવશાળી ક્ષણ છે.’ ચાલુ વર્ષે ભારતની સત્તાવાર એન્ટ્રી ‘ગલી બોય ‘ છે. ઓસ્કાર માટે કુલ 27 ફિલ્મો હતી જેમાંથી સર્વાનુમતે ગલીબોયને જ પસંદ કરવામાં આવી હતી, એમ એફએફઆઇના મહામંત્રી સુપ્રણ સેને કહ્યું હતું.ચાલુ વર્ષની ફિલ્મને પસંદ કરવાની પેનલમાં જાણીતી અભિનેત્રી અર્પણા સેન ચેરમેન હતાં. ‘ફિલ્મની ઊર્જા ગજબની છે.

તે પ્રેક્ષકોને પોતે જ બોલતા કરી દેશે’એમ અપર્ણા સેને કહ્યું હતું. તો આ સંસ્થાના પ્રમુખ ફિરદોસુલ હસને કહ્યું હતું કે ઓસ્કારમાં ફિલ્મોને મોકલવા પસંદગીની પ્રક્રિયા સોમવારે શરૂ થઇ હતી જે શનિવારે સાંજે પુરી થઇ હતી. તેમણએ કહ્યું હતું કે ગલીબોય ઉપરાંત બધાઇ હો, અંધાધુંધ, આર્ટિકલ 15 અને ઊરી જેવી કેટલીક ફિલમો પણ રેસમાં હતી.