અમેરિકામાં ટ્રમ્પ સરકારના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકોને H-1B વિઝા ન વધારી આપવાનો પ્રસ્તાવ લાગુ થઈ જશે તો લગભગ પાંચ લાખ સ્કિલ્ડ ભારતીયોએ અમેરિકા છોડવું પડી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)ની સાથે મેમો સ્વરૂપે રજૂ કરાયેલો આ પ્રસ્તાવ એવા વિદેશી વર્કર્સને પોતાના H-1B વિઝાની મર્યાદા લંબાવવાથી રોકી શકે છે, જેમની ગ્રીન કાર્ડ માટેની અરજીઓ પેન્ડિંગ છે. ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ની નીતિનો વાયદો ડોનાલ્ડ ટ્રમ્પે 2016ના ચૂંટણી પ્રચારમાં કર્યો હતો.

‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ની નીતિને અનુરૂપ ટ્રંપ પ્રશાસન એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે જેનાથી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા છોડવું પડી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી(DHS) સાથે મેમોના સ્વરૂપમાં શેર કરવામાં આવેલો આ પ્રસ્તાવ તે વિદેશી વર્કર્સને H-1B વીઝા રાખવાથી રોકી શકે છે, જેમના ગ્રીન કાર્ડ લંબિત પડ્યા હશે.

હાલના નિયમો પર નજર કરીએ તો ગ્રીન કાર્ડ અવેદાનો બાકી રહેવામાં હજી 2થી3 વર્ષ માટે H-1B વિઝાની માન્યતા વધારવાની અનુમતિ મળેલી છે. જો નવા રૂલ પર અમલ કરવામાં આવશે તો H-1B ધારક 50,000થી 75,000 ભારતીયોએ અમેરિકા છોડીને ભારત પાછું આવવું પડી શકે છે.