અમેરિકાએ H-1B વિસા માટે એપ્લિકેશન ફી અંદાજે 700 વધારી દીધી છે. આ ફી નોન-રિફંડેબલ હશે. અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસએ ગુરુવારે કહ્યું કે, આ ફીના આધારે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. આનાથી આવનારા સમયમાં H-1B વિસા માટે લોકો સિલેક્શનમાં સરળતા રહેશે. H-1B વિસા માટે હાલ અરજી પર અંદાજે 32 હજાર રૂપિયા લેવામાં આવે છે. આ ઉપરાંત કંપનીઓને છેતરપિંડી અટકાવવા અને તપાસવા માટે અંદાજે 35 હજાર રૂપિયા વધારે ચુકવવા પડે છે. પ્રીમિયમ ક્લાસમાં 1410 ડોલર(અંદાજે 98 હજાર રૂપિયા)ની વધારે ચુકવણી કરવી પડે છે.

USCISના જણાવ્યા પ્રમાણે, ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમના આધારે અમેરિકામાં ઈમિગ્રેશન પ્રણાલીને આધુનિક બનાવવાની છે. હાલ મેન્યુએલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ H-1B વિસા અરજદારની ઘણી જરૂરી તપાસ કરવામાં આવે છે. અરજદારોને તેમના શિક્ષણ અને સ્કિલ્સના આધારે H-1B વિસા આપવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનના કહ્યાં પ્રમાણે, આનાથી ઘણી વખત સિલેક્શનમાં છૂટ મળી જાય છે.

ERSના આવ્યા પછી H-1B માટે અપ્લાઈ કરનારાઓને પહેલા સિસ્ટમમાં રજિસ્ટર કરાવવું પડશે. ત્યારબાદ નિર્ણય લેવાશે તે તેમણે H-1B વિસા આપવાની પ્રક્રિયામાં સામેલ કરવાના છે કે નહીં. USCISના કાર્યવાહક નિયામક કેન કુચિનેલીના કહ્યાં પ્રમાણે, આનાથી ફ્રોડને રોકવા અને યોગ્ય ઉમેદવારોના સિલેક્શનમાં સરળતા રહેશે. USCIS નાણાંકીય વર્ષ 2021થી ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ લોન્ચ કરી શકે છે.

અમેરિકા દર વર્ષે વિશિષ્ઠ યોગ્યતા(હાઈ-સિકલ્ડ) વિદેશી કર્મચારીઓને અમેરિકન કંપનીઓમાં કામ કરવા માચે H-1B વિસા આપી શકે છે. ટેકનીકલ ક્ષેત્રની કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી લાખો કર્મચારીઓની નિમણૂક આની પર આધારિત હોય છે. તાજેતરના અભ્યાસમાં સામે આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસને ભારતીયોને નિશાન બનાવ્યા છે અને અહીંના કર્મચારીઓના H-1B વિસા સૌથી વધારે રદ કરાયા છે.

અમેરિકન થિંક ટેન્ક નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી દ્વારા કરાયેલા અભ્યાસ પ્રમાણે, વિસા રદ કરવાની ટકાવારી 2015માં 6% હતી, સાથે જ વર્તમાન નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં આ ટકાવારી 24%એ પહોંચી ગઈ હતી. આ રિપોર્ટ યુએસ સિટીઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસેઝ ખાતેથી મળી આવેલા આંકડાઓ પર આધારિત છે.