ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નવા વર્ષની શરૂઆતમાં પોતાની ગર્લફ્રેન્ડ અને સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચ સાથે સગાઇ કરી છે. હાર્દિક પંડ્યાનું નામ ઉર્વશી રૌતેલા સહિત કેટલીક યુવતીઓ સાથે જોડયેલું હતું પરંતુ આખરે તેણે નતાશા સાથે સગાઇ કરી છે.
નતાશાએ હાર્દિક સાથેની સગાઈનો વિડીયો શેર કર્યો હતો. જેમાં સમુદ્રની વચ્ચે હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ નજરે પડ્યો હતો.
હાર્દિક પંડયા છેલ્લા ચાર મહિનાથી ઈજાગ્રસ્ત હોવાના લીધે ટીમ ઈન્ડિયામાં તેનો સમાવેશ કરાયો નથી, તે આરામમાં છે. વર્લ્ડકપ દરમિયાન હાર્દિક પંડયાએ લોઅર બેકમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તપાસ પછી ઓક્ટોબરમાં તેણે સર્જરી કરાવી હતી.