Getty Images

બ્રિટનનું હિન્દુજા ગ્રુપ બંધ થયેલી જેટ એરવેઝને ખરીદવા માટે હરાજીમાં સામેલ થશે. ગ્રુપનું સંચાલન કરનારા ભાઈઓ ગોપીચંદ હિન્દુજા અને અશોક હિન્દુજાએ આની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હરાજીમાં સામેલ થવાની સમયમર્યાદા 15 જાન્યુઆરી સુધીની છે. જેટ સાથે સંલગ્ન સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. અગાઉ સિનર્જી ગ્રુપે જેટ એરવેઝને ખરીદાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ લેણદારોએ જેટ એરવેઝને વેચવા માટે હરાજીની પ્રક્રિયા ફરીથી શરૂ કરવાની માગણી કરી હતી. જેટ એરવેઝ પર 8500 કરોડથી વધારાનું દેવું છે. જો કર્મચારીઓના પગાર જોડવામાં આવે તો આંકડો 11 હજાર કરોડથી વધારે થાય છે. હિન્દુજા બ્રધર્સે આ વર્ષની શરૂઆતમાં એતિહાદની સાથે ભાગીદારીમાં જેટ એરવેઝ માટે બોલી લગાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ એતિહાદે આ પ્રસ્તાવ રદ કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, હિન્દુજાની સાથે અન્ય કંપનીઓ પણ બોલી લગાવવા માટે આવી શકે છે.