વેસ્ટ લંડનના બેસ્ટ લોકેશન પર સ્થિત અને હીથ્રો એરપોર્ટની નજીક નવી આર્ટ ડેકો પ્રેરિત આઇબીસ સ્ટાઇલ્સ લંડન હીથ્રો ઇસ્ટ હોટલનો શુભારંભ કરાયો છે જે બિઝનેસ અને લીઝર બંને પ્રવાસીઓની સેવા માટે એક શ્રેષ્ઠ સુવિધા બની રહેશે.

યુ.કે.ના સૌથી ઝડપથી વિકસતા ખાનગી માલિકીની હોટલ જૂથોમાંના એક, સ્પ્લેન્ડિડ હોસ્પિટાલિટી ગ્રુપ સાથેની ભાગીદારીમાં 125 રૂમની આઇબીસ સ્ટાઇલ્સ હોટલ વિકસાવાઈ છે, જેની પ્રેરણા વેસ્ટ લંડનના ગોલ્ડન માઇલના આર્કિટેક્ચરમાંથી લેવાઇ છે. 1920ના યુગના ભૌમિતિક આકારો સહિત અન્ય ઇન્ટીરીટર કરવામાં આવ્યુ છે.

રૂમ તેજસ્વી, તાજા અને એલેગન્ટ ટચ ધરાવે છે. હોટેલની ગ્લેમરસ આર્ટ ડેકો થીમ સાથે લોબીમાં ક્રોમ એક્સેસરીઝ અને વાઇબ્રન્ટ આર્ટ જેવો આધુનિક સ્પર્શ આપવામાં આવ્યો છે. પોલિશ્ડ ફ્લોરિંગ અને સ્ટેટમેન્ટ રગ મલ્ટિફંક્શનલ જગ્યામાં સુંદર વૃદ્ધિ કરે છે. સ્ટાઇલિશ અને આરામદાયક રેસ્ટોરન્ટ, બાર અને ગ્રીલ સ્ટાઇલ ડીશ સાથે રીલેક્સ્ડ ડાઇનિંગ આપે છે. હોટલ આદર્શ રીતે હીથ્રો એરપોર્ટની નજીક અને બ્રેન્ટફર્ડના કોમર્શીયલ ડિસ્ટ્રીક્ટના કેન્દ્રમાં આવેલી છે. ટ્રાન્સપોર્ટ લિંક્સમાં હંસલો ઇસ્ટ અંડરગ્રાઉન્ડ અને એ-4 દ્વારા મહેમાનોને સેન્ટ્રલ લંડન સાથે જોડે છે. હોટલથી ક્યુ ગાર્ડન્સ, લેગોલેન્ડ અને થોર્પ પાર્ક 20 મિનિટની ડ્રાઈવના અંતરે આવેલા છે.