ગાંધીનાં ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી દારૂબંધીનાં કડક કાયદાનો અમલ કેટલા અંશે થઇ રહ્યો છે? તેની ઝાંખી આપણા રાજનેતાઓ દ્વારા હાલમાં સાંભળવા મળી રહી છે. ત્યારે તેમા એક નવા દિગ્ગજ રાજનેતાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધી મામલે આક્રમક પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહએ ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજયનાં મુખ્યમંત્રી અને રાજ્યપાલનાં બંગલાની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે, ત્યારે સરકાર ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો ના કરે તો સારું. શંકરસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં 70 ટકા લોકો નોનવેજ ખાય છે અને દારૂ પણ પીવે છે. તો ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે હોઈ શકે?

શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યુ કે, માફી તો રૂપાણી માગે દારૂબંધીનાં કડક કાયદાનો અમલ નથી કરાવી શકતા અને ફાંકા ફોજદારી મારે છે. આ ગાંધીનું ગુજરાત છે. રૂપાણી પોતની નિષ્ફળતા સ્વીકારો આ જનતાનું અપમાન નહીં આ તમારું અપમાન છે. 100 % રાજસ્થાન સરકારની વાત સાચી છે. શુદ્ધ પાણી કરતા તો શુદ્ધ દારૂ ગુજરાતની ગલીએ ગલી એ વેચાય છે. આવા અનેક સવાલો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.

સોશિયલ મિડીયામાં તો ત્યાં સુધી લોકોએ કહ્યું છે કે, ભાજપે ગુજરાતમાં માત્રને માત્ર દારૂ વેચવા અને પીવામાં જ વિકાસ કર્યો છે. ગુજરાતનો વિકાસ હવે દારૂડીયો થયો છે. રૂપાણી જાહેરમાં સામે આવી કહી દે કે ગુજરાતમાંથી દારૂની બોટલ પકડાશે તો હું પુરા કેબિનેટ મંત્રીઓ સાથે આત્મ વિલોપન કરીશ તો હમણાં જ દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

હું વ્યક્તિગત રૂપે દારૂબંધીનું સમર્થન કરું છું, એક વખત તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો અને પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો. આઝાદી બાદ ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ ગુજરાતમાં દારૂનો વપરાશ સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. આજે મહાત્મા ગાંધીનાં ગુજરાતની પરિસ્થિતી આવી છે. કોઈ ઠોસ નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી માત્ર કાગળ પર દારૂબંધીનો કોઈ જ મતલબ નથી.

કોંગ્રેસને ખબર નથી કે કેમ ગાંધી ગમતા નથી, ગુજરાત કેમ નથી ગમતું..? કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યુ છે. અશોક ગેહલોતે ગુજરાતની સાડા 6 કરોડ જનતાનું અપમાન કર્યું છે. તેમણે તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઇએ. વધુમાં રૂપાણીએ જણાવ્યુ હતું કે, લોકસભાની ચૂંટણીમાં કારમી હારને લઈને કોંગ્રેસ આવાં નિવેદનો કરી રહી છે. કોંગ્રેસે ગુજરાતીઓને દારૂડિયા કહ્યા છે, એ બદલે ગુજરાતીઓ કોંગ્રેસને કયારેય માફ નહીં કરે.