અન્ડર-19 વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ પછી મેદાન ઉપર ખેલાડીઓના અણછાજતા વર્તન, ખુલ્લેઆમ ઝઘડો અને મારામારી બદલ આઈસીસીએ ભારતના બે ખેલાડીઓ આકાશ સિંહ અને રવિ બિશ્નોઈ અને બંગલાદેશના ત્રણ ખેલાડીઓને ગંભીર ગેરવર્તન માટે દોષિત ઠરાવ્યા હતા. ભારતના આકાશ સિંહ અને રવિ બિશ્નોઈ તથા બંગલાદેશના મોહમ્મદ તૌહીદ, શમીમ હુસૈન અને રકીબુલ હસન દોષિત સાબિત થયા છે. બધાએ સજા સ્વીકારી લીધી છે.’
આકાશ સિંહને આઠ સસ્પેન્શન પોઈન્ટ અપાયા હતા, જે 6 ડિમેરિટ પોઈન્ટની બરોબર છે. આ બે વર્ષ સુધી તેના રેકોર્ડમાં રહેશે.’ બિશ્નોઈને પાંચ ડીમેરિટ પોઈન્ટ અપાયા છે. બિશ્નોઈનું ગેરવર્તન એક અન્ય ઘટનામાં પણ હતું. 23મી ઓવરમાં અભિષેક દાસને આઉટ કર્યા પછી તે વધુ પડતો આક્રમક બન્યો હતો, જેના કારણે સામે વાળાને ઉશ્કેરાટ થવાની શક્યતા હતી. તે માટે તેને બે ડિમેરિટ પોઈન્ટ – કુલ સાત ડિમેરિટ પોઈન્ટ અપાયા હતા, જે તેના રેકોર્ડમાં બે વર્ષ રહેશે.’
બંગલાદેશના તૌહીદને 10 સસ્પેન્શન – 6 ડીમેરિટ પોઈન્ટ, શમીમને આઠ સસ્પેન્શન (છ ડીમેરિટ પોઈન્ટ) તથા હસનને ચાર સસ્પેન્શન (પાંચ ડીમેરિટ પોઈન્ટ) અપાયા હતા.