પ્રતિક તસવીર : PTI Photo

શુક્રવારે ભારતમાં સૌથી વધુ 10 હજાર 376 કેસ આ રાજ્યમાં આવ્યા હતા. ત્યારપછી મહારાષ્ટ્રમાં 10 હજાર 320 દર્દી સામે આવ્યા હતા. આ સાથે આંધ્રપ્રદેશ દેશનું ત્રીજું સૌથી વધુ સંક્રમિત રાજ્ય બની ગયું છે. આ પહેલા દિલ્હી ત્રીજા નંબરે હતું. અહીંયા 1 લાખ 40 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 30 હજારથી વધુ દર્દી વધ્યા હતા.

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો શનિવારે સવારે 16 લાખ 97 હજાર 54 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 57 હજાર 486 દર્દી વધ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. દિલ્હીમાં સીરો-સર્વેનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. આ સર્વે 1 થી 5 ઓગસ્ટ વચ્ચે ચાલશે. આ દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હી સહિત ચાર જિલ્લામાં 15 હજાર સેમપ્લ લેવાશે.

રાજ્ય સરકારે આ પહેલા સીરો સર્વે 27 જૂનથી 10 જુલાઈ સુધી કર્યો હતો. આ દરમિયાન 20 હજાર સેમ્પલ લેવાયા હતા. સીરો સર્વે હેઠળ ખબર પડી શકે છે કે કેટલા લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ રહ્યા છે. તેની ટકાવારી શું છે? કહેવાનો અર્થ છે કે જો કોઈ વ્યક્તિને કોરોના થાય છે. તેના અંદર કોઈ લક્ષણ જોવા મળતા નથી, તો આવા વ્યક્તિના શરીરમાં 5-7 દિવસની અંદર જાતે જ એન્ટીબોડી બનવાના શરૂ થઈ જાય છે, જે વાઈરસને શરીરમાં રહેવા દેતા નથી. જેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે.