દેશમાં કોરોના-લોકડાઉન સીમાના 60 દિવસ બાદ આજે ફરી એક વખત આંતરિક હવાઈ સેવાનો પ્રારંભ થયો છે અને સવારે 6.50 કલાકે દિલ્હીની ભુવનેશ્વરની પ્રથમ ફલાઈટ રવાના થયા બાદ દેશના આકાશમાં સ્થાનિક એરલાઈનના વિમાનોની અવરજવર શરુ થઈ છે. જો કે અગાઉની જાહેરાત થયા બાદ કુલ ત્રણ રાજયોએ તેના પ્રદેશના વિમાની મથકો પર ઓપરેશન શરૂ કરવાની મંજુરી નહી આપવા જાહેરાત કરી હતી.

મે માં આંધ્રપ્રદેશ અને પ.બંગાળમાં વિમાની સેવા શરૂ થઈ નથી પણ મહારાષ્ટ્રે પ્રારંભીક ઈન્કાર બાદ આજથી 25 આવાગમન એટલે કે કુલ 50 ફલાઈટને મંજુરી આપી છે. ઉપરાંત પુના અને નાગપુરમાં પણ અનુક્રમે 34 અને 4 વિમાની આવાગમનને મંજુરી અપાઈ છે. જો કે રાજયમાં અન્ય રાજયમાંથી આવતા મુસાફરોને 14 દિવસના હોમ કવોરન્ટાઈનમાં રહેવું ફરજીયાત છે. જો કે ક્નટેનમેન્ટ ઝોનમાં રહેતા કે તે ઝોનમાં જવા માંગતા કોઈ મુસાફરને વિમાની પ્રવાસની મંજુરી નથી.

આજે સવારે વિમાની ઉડાનના પ્રારંભથી જ એરપોર્ટ પર અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા. દરેક મુસાફરને અગાઉના બે કલાકના અગાઉના શેડયુલ કરતા 1 કલાક વધુ અગાઉ મુસાફરોને પહોંચી જવાનું જરૂરી છે અને માસ્ક ફરજીયાત બની ગયા છે. દરેક મુસાફરનું એરપોર્ટ પર આગમન અને વિમાનમાં બેસતા પુર્વે થર્મલ સ્કેનીંગ ફરજીયાત બની ગયુ છે અને દરેક યાત્રીને એરલાઈને પણ ફેસ કવર માસ્ક આપ્યા હતા જે પહેરવાનું ફરજીયાત છે તો વિમાનના પાયલોટ-ક્રુ સહિતના તમામ સભ્યો પર્સનલ પ્રોટેકટીવ ઈકવીપમેન્ટ સાથે નજરે ચડયા હતા.

જો કે એરપોર્ટ પરની વેઈટીંગ લોજમાં મુસાફરો સામે સીટીંગ એરીયામાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાયુ ન હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉપરાંત હેન્ડ સેનેટાઈઝર, ફલોર પાર્કીંગ અને ઠેર-ઠેર મુસાફરોએ લેવાની સાવધાનીના બોર્ડ જોવા મળ્યા હતા. એરપોર્ટ પરના શોપીંગ-વિન્ડો પણ ખુલ્લી ગયા હતા અને ફૂડ આઉટલેટ પર મર્યાદીત વાનગીના મળે છે. જો કે વિમાનમાં કોઈ ખાદ્ય પદાર્થ લઈ જવા દેવાયા નથી કે વિમાનમાં અપાશે નહી. આજે પ્રથમ દિવસે 5.25 કલાકે દિલ્હીથી મુંબઈ જતી ફલાઈટ રદ થઈ હતી.

ચેન્નઈથી આવતી અને કોલકતા જતી કુલ 5 ફલાઈટ જ પ્રાથમીક કલાકોમાં કેન્સલ સેટસ બતાવતી હતી. કવોરેન્ટાઈનના નિયમોમાં ટુંકી મુલાકાત માટે પ્રવાસ કરનારને રાહત અપાઈ છે. જેમાં રીટર્ન ટિકીટ દર્શાવવી પડશે. એરપોર્ટ પર સેન્ટીલાઈઝ કેબીન લગાવાઈ છે જયાં મુસાફર ખુદને સેનેટાઈઝ કરીને આગળ વધી શકે છે.