આ સપ્તાહમાં ભારતમાં ઘરઆંગણે રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે સીરીઝ માટેની ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર તથા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનો સમાવેશ કરાયો છે, તો બીજા ઓપનર રોહિત શર્માને આરામ આપવાનો પસંદગીકારોએ નિર્ણય લીધો હતો. ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે ત્રણ મેચ 12 માર્ચે, 15 અને 18 માર્ચે રમાશે. શિખર ધવન, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા ત્રણેય ઇજાગ્રસ્તો હવે ફિટ થયા હોઈ વાપસી કરી રહ્યા છે. તાજેતરમાં જ ન્યૂઝિલેન્ડના પ્રવાસમાં ટીમ ઇન્ડિયાને આ ખેલાડીઓની ખોટ સાલી રહી હતી. તે ગત વર્ષે ઓગસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરીઝમાં રમ્યો હતો. ત્યારબાદ તેને પીઠમાં દુખાવાના કારણે સર્જરી કરાવવી પડી હતી.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, કેએલ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિંદ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેંદ્વ ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, શુભમન ગિલ.