Indian Finance Minister Nirmala Sitharaman (R) with Minister of State for Finance Anurag Thakur (L) leave the Indian Finance Ministry for Parliament House to table the General Budget 2019-20 in New Delhi on July 5, 2019. (Photo by Money SHARMA / AFP) (Photo credit should read MONEY SHARMA/AFP via Getty Images)

લોસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલ સવાલના જવાબ પરથી માહિતી મળી છે કે, જાહેર ક્ષેત્રની બેન્કોને નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન સેવિંગ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોએ મીનિમમ બેલેન્સ જાળવી ન રાખતા લાગેલ દંડ પરથી રૂપિયા 1,996.46 કરોડ એકત્ર કર્યા છે. 2017-18માં 18 જાહેર ક્ષેત્રની બેન્કોએ મીનિમમ બેલેન્સ નહિં રાખવા બદલ લદાયેલા દંડથી રૂ. 3,368.42 કરોડ એકત્ર કર્યા છે. આ રકમ ગત વર્ષના 790.22 કરોડ રૂપિયા કરતા ઘણી જ વધારે છે. પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્ય કક્ષાના નાણા મંત્રી અનુરાગ સિંઘ ઠાકુરે જણાવ્યું કે, 2018-19માં જાહેર ક્ષેત્રની બેન્કોએ વિવિધ દંડની રકમમાં ઘટાડો કર્યો હતો, જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ મિનિમમ બેલેન્સને લગતો દંડ ઘટાડ્યો હતો, તે પણ સામેલ છે. આ નિયમ પહેલી ઓક્ટોબર, 2017થી લાગુ થયો હતો. રાજ્ય નાણામંત્રીએ જણાવ્યું કે, બેન્ક ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં જાળવવા બદલ એસબીઆઈ દ્વારા ઊંચો દંડ વસૂલાતો હતો, જેની ભારે ટીકા થતા એસબીઆઈએ પહેલી ઓક્ટોબર, 2017થી દંડ ઘટાડ્યો હતો. ઠાકુરે કહ્યું કે, કોઈ પણ બેંક સેવિંગ ખાતામાં મિનીમમ બેલેન્સના ધોરણના આધારે દંડ વસૂલતી નથી. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખોલાવેલા બેંક ખાતામાં પણ આવા કોઈ નિયમના આધારે દંડ વસૂલી શકાતો નથી. આરબીઆઈના આંકડા પ્રમાણે, માર્ચ 2019 સુધી દેશભરમાં 57.3 કરોડ ચાલુ બચત ખાતા ખૂલ્યા છે, જેમાં 35.27 કરોડ જન ધન ખાતાનો પણ સમાવેશ થાય છે.
તેમ અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું. બીએસબીડી એકાઉન્ટ્સ કેટલીક મૂળભૂત ન્યૂનતમ સુવિધાઓ વિના મૂલ્યે પ્રદાન કરે છે. બીએસબીડી ખાતા સિવાયના ખાતાઓ માટે, બેંકોને તેમના દ્વારા પ્રદાન કરવામાં આવતી વિવિધ સેવાઓ પર સેવા ચાર્જ નક્કી કરવાની મંજૂરી છે. બેંકોએ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, આ પ્રકારની સેવાઓ માટે ચાર્જ યોગ્ય હોય અને આ સેવાઓ પ્રદાન કરવાના સરેરાશ ખર્ચની સરખામણીમાં તે ખર્ચ યોગ્ય નથી.