ભારતીય મહિલા હોકી ટીમે ઈંગ્લેન્ડના પ્રવાસની શરૂઆતે તો શાનદાર દેખાવ કરી બે મેચ પછી સીરીઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી. પાંચ મેચની સીરીઝની પહેલી મેચમાં શુક્રવારે માર્લો ખાતે ભારતનો 2-1થી વિજય થયો હતો, તો ત્યાં જ રવિવારે (29 સપ્ટેમ્બર) રમાયેલી બીજી 1-1થી ડ્રો રહી હતી.
પ્રથમ મેચમાં ડિફેન્ડર ગુરજીત કૌરે અંતિમ મિનિટમાં કરેલા ગોલની મહત્વની ભૂમિકા રહી હતી. ભારતીય ટીમ મેચમાં એક ગોલથી પાછળ હતી, પરંતુ તેણે વાપસી કરતા શાનદાર જીત મેળવી હતી. બીજી મેચમાં ઈંગ્લેન્ડે પહેલો ગોલ ઘણો વહેલો કર્યો હતો, તો સામે ભારતની લાલરેમ્સીઆમીએ 32મી મિનિટે ગોલ કરી બરાબરી કરી હતી.