વિશ્વમાં અમેરિકા હવે કોરોનાનું એ.પી.સેન્ટર બની રહ્યું છે અને હાલની સ્થિતિમાં 2 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ફસાયા છે જેમાં 90333 ગ્રેજયુએટ વિદ્યાર્થી છે ત્યારે જેઓને કોર્ષ પુરો થયા બાદ પરત જવાની છૂટ છે. તેમાં તેવા 84630 વિદ્યાર્થી છે તો અન્ડર ગ્રેજયુએટ 24413 અને નોન ડીગ્રી કેટેગરી છાત્ર 2238 છે.

અમેરિકામાં જે રીતે કોરોનાનો વ્યાપ વધે છે તેના કારણે અહીની અનેક યુનિ.એ વિદ્યાર્થીઓને હોસ્ટેલ છોડવા માટે જણાવાયુ છે જેના કારણે આ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. ઉપરાંત એવા ભારતીય વિદ્યાર્થી છે જેની પાસે ઓસીઆઈ કાર્ડ છે પણ ભારત પરત ફરી શકતા નથી.

કારણ કે સરકારે તેના વિસા રદ કર્યા છે તો અનેક વિસા ધારકોએ પરત જવાની અરજી કરી નથી તેથી તેના સ્ટુડન્ટ સ્ટેટસ ખત્મ થઈ ગઈ છે. આ વિદ્યાર્થીઓને હવે અહી ભારતીય મૂળના લોકો જ તથા ભારતની સ્વામીનારાયણ સહિતની ધાર્મિક સંસ્થાઓનો આશરો છે પણ તેમાં અમેરિકી વિસા કાનૂનમાં ફસાઈ શકે છે.