આઈપીએલ વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ છે. 12મી સિઝનના અંતે પ્રાઇઝ મની સ્વરૂપે કરોડો રૂપિયા ખેલાડીઓ, ટીમ્સને મળ્યા છે. પ્રથમ સિઝનની તુલનાએ 12મી સિઝન સુધીમાં પ્રાઇઝ મનીમાં 300 ટકાનો વધારો થયો છે.
આ વર્ષે પ્રાઇઝ મની તરીકે કુલ 55 કરોડ રૂપિયા અપાયા છે. 20 કરોડ રૂપિયા વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સને મળ્યા છે. ગયા વર્ષે કુલ પ્રાઇઝ મની 50 કરોડ રૂપિયા હતી, તે વધીને આ વર્ષે વધારીને 55 કરોડ રૂપિયા રહી હતી. પહેલી સીઝનમાં, 2008માં કુલ પ્રાઇઝ મની 20 કરોડ રૂપિયા હતી, તેમાંથી વિજેતા ટીમને 4.8 કરોડ રૂપિયા મળ્યા હતા. વિવિધ ઈનામોના આ વર્ષના વિજેતાઓ અને તેને મળેલા ઈનામની રકમ આ મુજબ છે