આઈપીએલનું ત્રીજુ સપ્તાહ પુરુ થયા બાદ તમામ ટીમોના દેખાવમાં તથા રમતમાં ફેરફાર થયો છે.જેમાં સૌથી વધુ નોંધપાત્ર એ બાબત બની છે કે ધોની જેવા કાબેલ સુકાનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને પાછળ પાડી દઈ સનરાઈઝર્સ હૈદ્રાબાદ નવ મેચમાંથી સાત વિજય અને 14 પોઈન્ટ સાથે નં. 1 ક્રમે પહોંચી છે. જો કે, ચેન્નાઈએ 10  તથા કિંગ્સ ઈલેવન પંજાબે   9 મુકાબલા  પુરા કર્યા છે અને તેમાંથી  ચેન્નઈ સાત તથા પંજાબ 6 માં વિજય સાથે તેઓ બીજા અને ત્રીજા ક્રમે બહુ નજીકમાં છે. મુંબઈનો દેખાવ થોડો બહેતર થયા બાદ ફરી નિરાશાજનક થયો છે અને સાવ તળિયેથી હાલમાં તે પાંચમા ક્રમે પહોંચી છે.