ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચુંટણી અધિકારી રાધામોહન સિંહે જેપી નડ્ડાને અધ્યક્ષ તરીકે ચૂંટાયાની જાહેરાત કરી છે. અધ્યક્ષ માટે સોમવારે નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા. નામાંકન દાખલ કરવાની છેલ્લો સમય આજે 12.30 વાગ્યા સુધી હતો. જેપી નડ્ડાને છોડીને કોઈએ નામાંકન ભર્યું નથી. જ્યારે 2.30 સુધી નામાંકલ પરત ખેંચવાનો નવો સમય હતો.જેપી નડ્ડા હિમાચલ પ્રદેશનારાજ્યસભા સાંસદ છે. અને આરએસએસ થકી પાર્ટીમાં જમીની સ્તર ઉપર કામ કરતા આવ્યા છે.

નડ્ડા બીજેપીના 11માં રાષ્ટ્રીય અધ્યક્ષ છે. હવે ત્રણ વર્ષ સુધી આ પદ ઉપર રહેશે. આ દરમિયાન દિલ્હી પછી બિહાર, બંગાલ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુસહિત મોટા રાજ્યોના વિધાનસભાની ચૂંટણી થવાની છે. જે તેમના માટે મોટો પડકાર રહેશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યકાળ ગત વર્ષે પુરો થયો હતો. પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે જેપી નડ્ડાના નજીકના સંબંધો રહ્યા છે.

મોદી જ્યારે હિમાચલના પ્રભારી હતા ત્યારથી બંને વચ્ચે સારા સમીકરણ રહ્યા છે. બંને અશોક રોડ સ્થિત બીજેપી મુખ્યાલયમાં બનેલા આઉટ હાઉસમાં રહેતા હતા. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તેણે સ્વાસ્થ્ય મંત્રાલય પણ સંભાળ્યું હતું.

જેપી નડ્ડાના રાજકીય કરિયરની વાત કરીએ તો જેપી નડ્ડા જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણ, છત્તીસગઢ, તેલંગાણા, કેરલ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના પ્રભારી અને ચૂંટણી પ્રભારી રહ્યા છે. બીજેપીમાં તેનું કદ સતત વધતું રહ્યું છે. તેમણે બીજેપીના નિર્ણય લેનારી સૌથી મોટી સંસ્થા બીજેપી સંસદીય બોર્ડના સભ્ય બનાવ્યા હતા.બીજેપીના કેન્દ્રીય ઇલેક્શન કમિટીના સભ્ય પણ રહ્યા હતા.