એક વખત કોઇકે મને પ્રશ્ન કર્યો કે મુક્તિ અથવા સામાજિક બંધનમાંથી મુક્તિની પળ કે બિંદુ ક્યું? તે કેવી રીતે ઉપયોગી છे? મેં જવાબ આપતા કહ્યું કે પહેલાં તો મને તે કહો કે, શું તમારા જીવનનો કોઇ ઉપયોગ છે? આ અસ્તિત્વ માટે શું તેનું (જીવનનું) કોઇ મૂલ્ય છે? જો તમે અત્યારે જ મરી જાઅો તો પર્યાવરણની દૃષ્ટિ તે સારા ખાતર તરીકે ઉપયોગી નીવડશે. મુક્તિ કે બંધન મુક્તિ એ સામાજિક ઉપયોગ સંબંધિત નથી. તે આપમેળે જ એક જીવન પ્રક્રિયા છે.
જો તમે કેટલાક વર્ષો પાંચ બાય પાંચ ફૂટની કાચની બંધ બોક્સ કે અોરડીમાં વિતાવ્યા હોય અને તે મારે જો તેનું તાળું ખોલવાનું હોય અને પછી હું તમને દસ બાય દસની બોક્સ કે અોરડીમાં મૂકવાનો હોઉં તો તે સમય પૂરતી ક્ષણિક મોકળાશ કે સંપૂર્ણ મૂક્તિનો અનુભવ થશે પરંતુ ત્રણ દિવસ પછી તમે જકડાઇ ગયાની હાલત અનુભવશો.
દસ વર્ષ પછી ફરી હું જો તમને દસ બાય દસની અોરડીમાંથી મુક્ત કરૂં અને સો બાય સો ફૂટની અોરડી કે બોક્સમાં બંધ કરૂં તો તે થોડાસમયની આશીર્વાદરૂપ મુક્તિ હશે અને થોડા સમય પછી ફરી પાછી મુક્તિના તલસાટની પળો આવશે જ. આથી મુક્તિ કે આઝાદી એ મારો વિચાર નથી પરંતુ પ્રત્યેક માનવમાત્રમાં પ્રવર્તતો મૂળભૂત ભાવ છે. આપણા પોતાનામાં જ એવું કાંઇક છે જેને વાડાબંધી પસંદ નથી. તમને ગમેતેટલા મુક્ત કે આઝાદ કરવામાં આવે તમે વધુને વધુ મુક્તિની માંગ કરતા જ રહેશો. તેનો અર્થ શું? તેનો અર્થ તમે છેવટની આઝાદી માંગી રહ્યા છો. ખરૂં કે નહીં? તમે મુક્તિને માંગી રહ્યા છો.
આપણે મુક્તિ કે આઝાદી કેવી રીતે મેળવીએ? જો તમે તમારી જાત ઉપર મર્યાદાઅો લાદવાનું બંધ કરશો તો તમે મુક્ત છો. તમે જે રીતે વિચારો અનુભવો અને કાર્ય કરો તે ફરજીયાત કે બંધનકર્તા પ્રક્રિયા થઇ. આ ફરજીયાતપણાના કારણે બધું જ મર્યાદિત સભાનતા વિનાનું અને પુનરાવર્તિત છે અને તે કારાવાસ છે.
મુક્તિને કોઇ મહાન પરિભાષાના સ્વરૂપમાં વિચારવાની જરૂર નથી. બંધનમુક્તિ આઝાદી કે દિવ્યત્વ એ માત્ર શબ્દો જ છે. તમે આશ્વાસન માંગો છો કે નિરાકરણ માંગો છો? જો તમે આશ્વાસન માંગતા હો તો તમારે કોઇ સિધ્ધાંત તત્વજ્ઞાન, વાર્તા કે અન્ય કશાકમાં માનતા થવું પડશે. પરંતુ જો તમે નિરાકરણ માંગતા હો તો પછી માન્યતા મહત્વની નથી. માન્યતા તમને બે વિકલ્પ આપતી હોય છે. તમે મને માનો અથવા તમે મને ના માનો. જો તમે મને માનતા હો તો તમે મુક્તિની જરાપણ નજીક જતા નથી. જો તમે મને નથી માનતા તો તમે હજુ પણ નજીક નથી. મારી વાત સાચી હોય કે ના હોય. તમારા માટે તે હજુપણ મનોરંજન છે. આકાશ તરફ જોવું અને આઝાદી સારી નથી તેમ વિચારવું. જો તમારે ઉડવું હોય તો તમે આકાશ તરફ જોતા નથી. તમને કોણ નીચે રાખીને મર્યાદિત બનાવે છે તે તરફ જ જુઅો. જો તમે આ બંધનને હટાવી શકશો તો તમે મર્યાદાના બીજા તબક્કામાં પ્રવેશી શકશો અને પછી તેને કેવી રીતે તોડવા તે જુઅો.
ચાલો આપણે મૂળભૂત પ્રશ્નથી શરૂ કરીએ. તમે કેવી રીતે જાણો છો કે હાલમાં તમે જીવંત છો? આ મર્યાદિત પણે થતું હોય છે. તમારે જરૂર છે તમારી ગતિના ફેકા કે વોલ્ટેજ વધારવાની જેથી કરીને તે જાગૃતિ કે ચમકારાને અનુભવ તમારાં વધુ વ્યાપક સ્વરૂપે થશે. એક વીજબલ્બમાં તમે વોલ્ટેજ વધારવાની શરૂ કરો છો ત્યારે તેનો જે પ્રકાશ હોય છે તે અોછો હોય પરંતુ જેમ જેમ વોલ્ટેજ અને પ્રકાશ વધતા જાય છે તેમ તેમ અગાઉ ના જોઇ શકાતું હોય તે બધું જ દેખવા લાગે છે. એક વખત બલ્બને ફુલ વોલ્ટેજ મળે છે તે સાથે જ બધું સ્પષ્ટ દેખાવા લાગે છે અગાઉ જે લોકો અને પદાર્થ અસ્તિત્વ ન હતા તે હવે તમારા વિચારો કે માન્યતામાં એકાએક આવવા લાગે છે. ઇશા કાર્યક્રમનો પાયો જ તે છે કે તમારી સમગ્ર પદ્ધતિ કે વ્યવસ્થાને એટલી હદે પ્રજ્જવલિત કરવાની કે તમે જટેલાથી વાકેફ હો તેનાથી વધારે પ્રબળ જગૃત બનાવવા. તમે જેટલા વધારે ને વધારે સતર્ક અને જાગૃત બનો તેટલો ફરજીયાત પણાનો ભાવ ઘટવા લાગે છે. તમે ફરજીયાત પણાથી દૂર થવા લાગો છે. તે સાથે જ તમે મુક્તિ તરફ આગળ વધો છો. જો તમે હાલમાં છો તેનાથી સો ગણા વધારે જાગૃત બનશો કોઇ જ પ્રકારનું ફરજીયાત પણું તમારામાં રહેશે નહીં અને તે સાથે જ તમારૂં જીવન અદ્્ભૂત બની રહેશે. અંતિમ મુક્તિ કે આઝાદી શું છે? જ્યારે તમે તમારા જીવનમાં બંધન અનુભવતા નથી કે તમે અહિંયા કે ત્યાં હોતા નથી તે અવસ્થા જ અંતિમ મુક્તિ આઝાદી છે. અહિંયા કે ત્યાં અથવા હાલ કે હાલથી અદૃશ્ય થવાનો અર્થ જ આકાશ અને સમયની મર્યાદાઅો અોળંગવી તે પછી શું થાય? તમે ક્યાં જાઅો છો? ક્યાંક પણ નહીં. ક્યાંય જવાનું પૂરૂં થાય છે. જ્યારે તમે અને તમારા અસ્તિત્વ વચ્ચે કોઇ અલગપણું કે વિખૂટા પડવાનું રહેતું નથી તે જ અંતિમ આઝાદી કે મુક્તિ છે. બુદ્ધિજીવીપણાની સમસ્યા તે છે કે કશું જ નહીં અને અનંતની સ્થિતિ એકસરખી કેવી રીતે હોઇ શકે? પરંતુ તેમ જ છે ગણિતમાં સૌથી મહામૂલું યોગદાન ‘શૂન્ય’નું છે. આ કોઇ અકસ્માત ન હતો પરંતુ ‘શુન્ય’નો આવિષ્કાર ભારતમાં જ થયો હતો. આ માત્ર ગણિત જ નથી પરંતુ તે આંતરમન કે સ્વની સમજથી જન્મેલી આંતરદૃષ્ટિ છે. તમારે અનંત સુધી પહોચવું હોય તો આંકડા ઉમેરવાથી ત્યાં પહોંચી શકવાનું નથી. શૂન્ય અર્થ તો કશું જ નહીં જો તમારે અનંત સુધી પહોંચવું હોય તો આ ‘કશું જ નહીં’ નો એક માત્ર માર્ગ છે.
– Isha Foundation