Getty Images)

શ્રીલંકા સામેની ટી-20 અને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય પસંદગીકારોએ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ આ સીરીઝથી ટીમમાં પાછો ફર્યો છે. બુમરાહને કમરમાં સ્ટ્રેસ ફ્રેક્ચર હતું, જેના કારણે તે આરામમાં હતો. ભારત ઘરઆંગણે 5 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી શ્રીલંકા સામે ત્રણ ટી-20ની સિરીઝ અને પછી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડેની સિરીઝ રમશે. શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આરામ અપાયો છે.
શ્રીલંકા સામેની ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, કે. એલ. રાહુલ, શ્રેયસ અૈય્યર, મનિષ પાંડે, સંજુ સેમસન, રીષભ પંત, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ અને વોશિંગટન સુંદર.
ઓસ્ટ્રેલિયા સામેની ટીમઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કે. એલ. રાહુલ, શ્રેયસ અૈય્યર, મનિષ પાંડે, કેદાર જાધવ, રીષભ પંત, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમી.