NELSON, ENGLAND - DECEMBER 10: Labour leader Jeremy Corbyn delivers a speech as he visits Nelson Library in Market Square on December 10, 2019 in Nelson, England. Mr Corbyn will address Labour activists in the North West as part of his final campaign tour before polling day. (Photo by Anthony Devlin/Getty Images)

જેરીમી કૉર્બીfનની રેલવે કંપનીઓ, રોયલ મેઇલ, પાણી અને એનર્જી કંપનીઓ તથા બીટીની બ્રોડબેન્ડ બ્રાન્ડનું રાષ્ટ્રીયકરણ કરવાની યોજનાઓને કારણે પેન્શન અને વર્ષો સુધી ખલેલનુ જોખમ ઉભુ થવાની શક્યતાની અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી.પરંતુ ઇન્ડિપેન્ડન્ટ ઇન્સ્ટીટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝે ચેતવણી આપી હતી કે લેબર સરકાર આ કંપનીઓના માલિકોને પૂરતું વળતર ચૂકવવામાં નિષ્ફળ જશે તો ગંભીર પ્રતિકૂળ પરિણામો આવી શકે છે. લેબર પાર્ટી કહેતી રહી છે કે વળતરનું પ્રમાણ સંસદ દ્વારા નક્કી કરાશે. પેન્શન ફંડ્સ આ કંપનીઓમાં મુખ્ય રોકાણકાર છે અને આઈએફએસએ જણાવ્યું હતું કે લેબરની યોજનાઓથી તેમના ખિસ્સા ખાલી થઇ શકે છે. યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો પણ તે કરદાતાને ‘ઘણા કરોડો પાઉન્ડ્સ’નો ખર્ચ કરાવશે.‘ઘણી ખાનગી કંપનીઓ વિદેશી માલિકીની છે. તેમને બજારમૂલ્યથી ઓછા પૈસા ચૂકવાય તો યુકેના અન્ય દેશો સાથેના સંબંઘોને નુકસાન થશે.’
BAME મતદારોનું કોર્બિનને વધુ સમર્થન
ઓપિનિયમ પોલ મુજબ શ્યામ, અશિયન, લઘુમતી અને વંશીય મતદારો (BAME) જેરીમી કોર્બીનને એકંદર મતદારો કરતા ઘણી વધારે સંખ્યામાં સમર્થન આપી રહ્યા છે. મતદારોમાં કન્ઝર્વેટિવ કરતા લેબર 25 પોઇન્ટથી આગળ છે.બીએએમઇના અડધાથી વધુ (52%) એ કહ્યું કે તેઓ ડાઉનિંગ સ્ટ્રીટમાં કર્બીનની કલ્પના કરી શકે છે. BAME ના લગભગ અડધા મતદારો (49%) એ જણાવ્યું હતું કે તેઓ લેબરને મત આપશે, જ્યારે 24% લોકોએ કન્ઝર્વેટિવ્સ મત આપવાનો ઇરાદો ધરાવે છે. જો કે, 38% માને છે કે જ્હોન્સન ડાઉનિંગ સ્ટ્રીટ પરત ફરશે જ્યારા 23% માને છે કે કોર્બીન સફળ થશે.