સુપરનેચરલ અને હોરર સ્ટોરીઝ દર્શકોને આકર્ષિત કરતી હોય છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર ઇચ્છાધારી નાગણ પર ફિલ્મ બનાવાની યોજના ઘડાઇ રહી છે.કહેવાય છે કે, નિખિલ દ્વિવેદી આ વિષય પર ફિલ્મ બનાવશે. ભૂતકાળમાં બોલીવૂડમાં ઇચ્છાધારી નાગણ પર ઘણી ફિલ્મો રિલીઝ થઇ છે. જેમાંની મોટા ભાગની ફિલ્મોમાં શ્રીદેવીએ કામ કર્યું છે. હવે એવો અંદાજ કાઢવામાં આવીરહ્યો છે કે, જાહ્નવી કપૂર આ રોલ કરી શકે એમ છે. નાના પડદે તો આ વિષયક સીરિયલ પોપ્યુલર છે. એકતા કપૂર પણ આ વિષયક ફિલ્મ બનાવાનો વિચાર કરી રહી છે. જો આવી ફિલ્મ બનશે તો તેમાં કઇ અભિનેત્રી મુખ્ય પાત્ર ભજવશે, તે વિશે પણ વિચારણા થઇ રહી છે. રિપોર્ટને સાચો માનીએ તો, જાહ્નવી સાથે આ વિષયક પણ વાતચીત ચાલી રહી છે.