જાહ્નવી કપૂર હાલ લોકડાઉનના સમયમાં પિતા બોની અને બહેન ખુશી સાથે રહે છે. હાલમાં તેના અંગત જીવનને લગતા સમાચાર છે કે તે કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે. જોકે હાલ લોકિડાઉનના કારણે બન્ને એકબીજાને મળી શકતા નથી.
મળેલા રિપોર્ટને સાચો માનીએ તો જાહ્નવી અને કાર્તિક બોલીવૂડના લેટેસ્ટ લવ બર્ડસ છે. જોકે હાલ કોવિડ ૧૯ના કારણે ્દેશમાં પ્રતિબંધ ચાલી રહ્યો હોવાથી મુલાકાત નથી થઇ રહી.

જાહ્નવીનું બોયફ્રેન્ડ ઇશાન ખટ્ટર સાથે બ્રેકઅપ થઇ ગયું છે. તો વળી બીજી બાજુ કાર્તિકનું સારા અલી ખાન સાથે બ્રેકઅપ થયાની વાત છે. એવામાં આ તાજા ગોસિપમાં આ બન્ને સ્ટાર્સને લિન્ક કરવામાં આવ્યા છે. જ્યારે અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટર ડેટ કરી રહ્યા હોવાની વાત છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન પહેલા જાન્હવી અને કાર્તિક ફિલ્મ દોસ્તાના ટુની શૂટિંગમાં વ્યસ્ત હતા. બન્ને ્પહેલી વખત ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. શૂટિંગ પુરુ કરીને મુંબઇ પાછા આવ્યા હતા ત્યારે બન્ને મુંબઇ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા અને બન્ને એકબીજાની કંપનીમાં ખુશ જોવા મળ્યા હતા તેમજ તસવીરકારનો પણ સારા પોઝ આપ્યા હતા.