જેનેલિયા ડિસોઝા લાંબા સમય બાદ રૂપેરી પડદે પાછી આવશે. અભિનેત્રી હાલ વિવિધ સ્ક્રિપ્ટ વાંચી રહી છે. તાજેતરમાં તેણે એક ઇવેન્ટમાં એક ડિઝાઇનરની શોસ્ટોપર પણ રહી હતી. જેનેલિયાએ હવે વિવિધ સ્ક્રિપ્ટ વાંચવાની શરૂ કરી દીધી છે. તે હિંદી ફિલ્મ ઉપરાંત મરાઠી ફિલ્મ અને ઓટીપી પ્લેટફોર્મ પર કામ કરવા રાજી છે. તેને આ ત્રણેય પ્લેટફોર્મ પરથી ઓફરો મળી રહી છે,”તેમ જેનેલિયાના નજીકના સૂત્રે જણાવ્યું હતું.જેનેલિયા પોતાના પરિવાર અને સંતાન ઉછેરને કારણે ફિલ્મોથી દૂર થઇ ગઇ હતી. હવે તેના બાળકો મોટા થઇ ગયા હોવાથી તે પોતાના માટે સમય આપી શકે એમ છે.હાલમાં જ તે એક ઇવેન્ટમાં એક ડિઝાઇનરની શોસ્ટોપર રહી હતી. જેનેલિયાએ રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા છે. તે ફિલ્મ ‘ફોર્સ ટુ’માં વિશેષ ભૂમિકામાં જોવા મળી હતી. ૩૨ વર્ષીય અભિનેત્રીએ ૨૦૧૮માં મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યું હતું.