મુકેશ અંબાણીએ 42મી એન્યુલ મિટિંગના સંબધોનમાં સંસ્કૃતના તમસો મા જયોર્તિગમયના શ્લોકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા દેશમાં ડિજિટલ ક્ષેત્રમાં અંધારું હતું. પરંતુ હવે જયારે આ 5 સપ્ટેમ્બરે જિયોને ત્રણ વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે ત્યારે દેશમાં ડિજિટેલ ક્ષેત્રમાં પ્રકાશ પથરાયો છે. તેમણે 34 કરોડ યુઝર સાથે JIO ભારતની નંબર વન અને દેશની બીજા નંબરની ટેલિકોમ કંપની બની હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સિવાય કંપનીએ દેશમાં સૌથી વધુ જીએસટી અને ટેક્સ ભર્યો હોવાની વાત પણ જણાવી હતી.
મુકેશે કહ્યું કે વડાપ્રધાને 2024 સુધી 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમિનું લક્ષ્ય રાખ્યું છે, જે પ્રાપ્ત કરી શકાશે. કેટલાક સેકટરમાં સ્લોડાઉન અસ્થાયી છે. ઓઈલ અને કેમિકલ બિઝનેસ દ્વારા જીવન સ્તરમાં સુધારાની આશા. પેટ્રોલિયમ રિટેલિંગ બિઝનેસમાં બીપીની સાથે જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું છે. રિલાયન્સમાં સાઉદી અરામકો 75 અબજ ડોલરનું રોકાણ કરશે. તે રિલાયન્સના ઈતિહાસમાં સૌથી મોટું વિદેશી રોકાણ હોવાની સાથે દેશમાં પણ સૌથી મોટું વિદેશી રોકાણ હશે.
મુકેશ અંબાણીના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ રિટેલ દેશની સૌથી મોટી રિટેલર કંપનીથી ચાર ગણી મોટી છે. અમને આશા છે કે 2030 સુધી ભારત 10 ટ્રિલિયન ડોલરની ઈકોનોમિવાળો દેશ હશે. આ વર્ષે 5 સપ્ટેમ્બરે જિયોને 3 વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે. કંપનીને શરૂ કરવાનું વિઝન ડિજિટલ લાઈફ કનેક્ટિવિટી હતી. જિયોએ ભારતને ડેટા શાઈનિંગ બ્રાઈટ બનાવ્યું. જિયો સાથે દર મહિને એક કરોડ ગ્રાહકો જોડાઈ રહ્યાં છે. તે દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે, પરંતુ વિશ્વની સૌથી મોટી ઓપરેટર પણ છે.
જિયો દ્વારા રેવન્યુના 4 નવા ગ્રોથ એન્જિન- ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, હોમ બ્રોડબેન્ડ સર્વિસ, એન્ટરપ્રાઈઝિઝ સર્વિસ અને બ્રોડબેન્ડ ફોર સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ પર ફોકસ કરશે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પ્લેટફોર્મ 1 જાન્યુઆરી 2020થી ઉપલબ્ધ થશે. જિયો ગીગા ફાઈબર નેટવર્કને અગામી 12 મહિનામાં પુરું કરવાની આશા છે. જિયો ગીગા ફાઈબર ટ્રાયલ વાળા ગ્રાહક દર મહિને 100 જીબી કન્ઝ્યુમ કરી રહ્યાં છે. ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઓપ્ટિક ફાઈબરમાં જિયોએ અત્યાર સુધીમાં 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
જિયો ગીગાફાઈબર બ્રોડબેન્ડ સર્વિસને ગત વર્ષે જ લોન્ચ કરવામાં આવી હતી, અત્યાર સુધીમાં તેના પ્લાન વિશે કોઈ માહિતી મળી નથી. આજની બેઠકમાં તેના પ્લાન લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષથી દેશના ઘણાં વિસ્તારોમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ટેસ્ટિંગ દરમિયાન કેટલાક સિલેકટેડ ગ્રાહકોને કનેક્શન આપવામાં આવી રહ્યું છે. જિયો ગીગા ફાઈબરના યુઝર્સ એક કનેક્શન પર એક સાથે 40 ડિવાઈસને કનેક્ટ કરી શકશે.