Justin Welby and wife Caroline

આર્ચબિશપ ઑફ કેન્ટરબરી, મોસ્ટ રેવ જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે ‘’ચર્ચો અને કેથેડ્રલ્સમાં સ્થાપવામાં આવેલી મૂર્તિઓ અને સ્મારકો તેમના ગુલામી, વિભાજનકારી પાદરીઓ અને ઇતિહાસકારો સાથેના સાથેના જોડાણને લીધે “નીચે” લાવવી જોઇએ.’’

બ્લેક લાઇવ્સ મેટરના વિરોધ પછી બ્રિટન ગુલામોના વેપાર સાથેના તેના જોડાણોની તપાસ કરી રહ્યું છે. ચર્ચ સ્મારકોની ભૂમિ પર એવા ઘણા ઉદાહરણો છે જેમણે કાં તો ગુલામી પ્રથામાં ભાગ લીધો હતો અથવા તેનો લાભ મેળવ્યો હતો અથવા તો તેમના નિયંત્રણ હેઠળ ગુલામોની હત્યા કરાઇ હતી અથવા તેમને ત્રાસ આપ્યો હતો.

વેસ્ટમિન્સ્ટર એબીમાં આવેલા 3,000થી વધુ સ્મારકોની સમીક્ષા કરવામાં આવશે.  મોસ્ટ રેવ જસ્ટિન વેલ્બીએ બીબીસી રેડિયો 4 પર કહ્યું હતું કે “પૂતળાઓને સંદર્ભમાં મૂકવાની જરૂર છે. કેટલાકને નીચે આવવું પડશે તો કેટલાકના નામો બદલવા પડશે. કેન્ટરબરી કેથેડ્રલ હોય કે વેસ્ટમિંસ્ટર એબી, દરેક સ્થળે રખાયેલા પૂતળાંને નીચે આવવું પડશે.”