કેટરિના કૈફ ફિલ્મ ભારત પછી ફરી એક વખત અલી અબ્બાસ ઝફર સાથે કામ કરવાની છે. અલી અબ્બાસ ઝફર એક જબરદસ્ત એકશન થ્રિલર ફિલ્મ બનાવવાની પ્લાનિંગ કરી રહ્યો છે. રિપોર્ટને માનીએ તો આ ફિલ્મ એક સુપરવુમેનની ઝોનની હશે. સૂત્રો અનુસાર, અલી અબ્બાસ ઝફર આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઇ રહી છે. આમા એક જબરદસ્ત દિલધડક એકશન દ્રશ્યોની ભરમાર હશે. કેટરિનાએ આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. પોતાને ફિટ રાખવા માટે તે નિયમિત વર્કઆઉટ કરી રહી છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ સલમાન ખાનની ટાઇગર સીરીઝનું પાત્ર ઝોયા પર હશે. જેમાં ઝોયાનું પાત્ર કેટરિનાએ જ ભજવ્યું હતું. આ ફિલ્મને ટાઇગર સીરીઝની સ્પિન ઓફની માફક બનાવવાની તૈયારી થઇ રહી છે.