કાજલ અગ્રવાલે બુધવારે સિંગાપોરના મેડમ તુસાદના મ્યુઝિયમમાં પોતાના મીણના પૂતળાનું અનાવરણ કર્યું. આ ખાસ પ્રસંગે અભિનેત્રીના માતા-પિતા અને બહેન હાજર રહ્યા હતા. કાજલે આ પ્રસંગની તસવીર સોશિયલ મીડિયા પર મુકીને જાણ કરી હતી.અભિનેત્રીના વેક્સ સ્ટેચ્યુને વન શોલ્ડર ડિટેલિંગવાળો ક્વીન ગાઉન પહેરાવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સિંગાપોરના મેડમ તુસાદના મ્યુઝિયમમાં કાજલ અગ્રવાલ ઉપરાંત અનુષ્કા શર્મા, પ્રભાસ, શ્રીદેવી, મહેશ બાબુ અને કરણ જોહરના પૂતળા પર મુકવામાં આવ્યા છે. કાજલ હાલ ફિલ્મ ‘મુંબઇ સાગા’માં કામ કરી રહી છે. જેમાં તે જોન અબ્રાહમ સાથે જોવા મળશે. ઉપરાંત કમલ હાસન સાથે ‘ઇન્ડિયાના ટુ’માં પણ કામ કરી રહી છે.