બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત રામ મંદિર પર ફિલ્મ ‘અપરાજિત અયોધ્યા’ બનાવવા જઇ રહી છે, જેની જાહેરાત સોમવારે કરી છે. આ ફિલ્મ રામ મંદિર અને બાબરી મસ્જિદ કેસ પર આધારિત હશે, જોકે લાંબા સમયથી ચાલી રહી હતી. અમારી સહયોગી વેબસાઇટ DNAમાં છપાયેલા સમાચારમાં મુંબઇ મિરરને કંગના રનૌતે કહ્યું કે રામ મંદિર વર્ષોથી ખૂબ જ્વલંત મુદ્દો રહ્યો છે.

કંગનાએ જણાવ્યું કે 80ના દાયકામાં જન્મેલી બાળકીના રૂપમાં મેં અયોધ્યાનું નામ નકારાત્મક રીતે સાંભળ્યું છે, કારણ કે જે ભૂમિ પર એક રાજાનો જન્મ થયો જે ત્યાગના પ્રતિક હતા, અચાનક સંપત્તિ વિવાદનો વિષય બની ગયો. આ કેસને ભારતીય રાજકારણના ચહેરાને બદલી દેધો. સાથે જ આ કેસ પર આવેલા ચૂકાદાથી ભારતની ધર્મનિરપેક્ષ ભાવનાને મજબૂત બનાવતાં સદીઓ જૂના વિવાદને સમાપ્ત કરી દીધો છે.

કંગનાએ આગળ કહ્યું કે આ મુદ્દો એક પ્રકારે મારી પર્સનલ જર્નીને દર્શાવે છે. અપરાજિત અયોધ્યાને જે વાત અલગ બનાવે છે તે એ છે કે એક હીરોના નાસિકથી આસ્તિક હોવાની યાત્રા છે. એટલા માટે મેં નિર્ણય કર્યો છે કે મારા પ્રોડક્શન હાઉસ માટે આ સૌથી યોગ્ય વિષય હશે. તમને જણાવી દઇએ કે 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ મંદિર કેસ અપ્ર પોતાનો ચૂકાદો સંભળાવી દીધો હતો, ત્યારબાદ રામ મંદિર બનવાનો રસ્તો મોકળો બની ગયો છે.

આમ તો કંગના પાસે ઘણી મોટી ફિલ્મો છે. તેમની આગામી ફિલ્મોની યાદીમાં અશ્વિની અય્યર તિવારીની ‘પંગા’, જેમાં તે હોકી ખેલાડીની ભૂમિકા ભજવશે. આ સાથે જ તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર બની રહેલી ‘થલાઇવી’માં જોવા મળશે. કંગના પાસે એક્શન અને રોમાંચથી ભરપૂર ફિલ્મ ‘ધાકડ’ પણ છે.