કરીના કપૂર હાલ ટચૂકડા પડદે એક રિયાલિટી શોમાં નિર્ણાયક તરીકે જોવા મળી રહી છે. તેણે તૈમુરના જન્મ બાદ ફિલ્મોના શૂટિંગ પોતના સમયપત્રકમાં ફેરફાર કરી નાખ્યો છે. કરીના આઝાદ મિજાજની યુવતી છે, તેને પોતાના જીવનમાં દખલગીરી પસંદ નથી. દરેક મહિલાને પોતાની મનપસંદ ચીજવસ્તુઓની પસંદગી કરવાની સ્વતંત્રા હોવી જોઇએ. તેને પોતાની પસંદગીના પોશાક પહેરવાની પણ છૂટ હોવી જોઇએ. તેમજ તે પોતાની શરતો પર જિંદગી જીવી શકે. મારા મનમાં હંમેશા પહેલો વિચાર ‘સ્વતંત્રતા’ને લઇને જ આવતો હોય છે. મારી ખાસિયત એ છે કે, મને પોતાના પર વિશ્વાસ છે, હું મારી જિંદગી મારી શરતો પર જ જીવું છું તેમજ આત્મવિશ્વાસુ છું. મને લાગે છે ત્યાં સુધીમાં મારા આ ઉત્તમ ગુણ છે,” તેમ કરીનાએ હાલ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું.