Bollywood actress Kareena Kapoor Khan attends a promotional event for her What Women Want season 2 talk show in Mumbai on December 11, 2019. (Photo by Sujit Jaiswal / AFP) (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

કરીના કપૂર ખાને જૂનમાં બોલિવૂડમાં બે દશક કમ્પ્લીટ કર્યા હતા. તેની એક્ટિંગ સ્કિલ્સ સિવાય તે તેના સ્ટારડમ માટે પણ જીણીતી છે. તેણે તેની કરિઅરમાં ખૂબ ઉતારચઢાવ જોયા છે. તૈમૂરના જન્મ બાદ તેની લાઇફમાં વધુ એક ટ્વિસ્ટ આવ્યો. અહીં અમે આ એક્ટ્રેસ સાથેની વાતચીતના કેટલાક અંશો રજૂ કરી રહ્યા છીએ. લોકડાઉન દરમિયાન તમે શું શીખ્યા આપણે વર્તમાનમાં જીવવું જોઈએ.

જીવન ખૂબ અનિશ્ચિત છે. આપણે આપણા લવ્ડ વન્સને આપણી પાસે રાખવા જોઈએ. હું સૈફ અને મારા દીકરાની સાથે વધારે સમય સ્પેન્ડ કરવા ઇચ્છું છું. તમે જેની કાળજી કરતા હોય એ વ્યક્તિઓનું વધારે મહત્વ સમજો. જ્યારે તમે શૂટિંગ કરતા હોય અને લાઇફમાં ઘણું બધું ચાલતું હોય ત્યારે તમે તેમને ગ્રાન્ટેડ લેતા રહો છો. અમે હંમેશા એકબીજા માટે સમય કાઢીને સાથે ટ્રાવેલ કરીએ છીએ.

જોકે, લોકડાઉન દરમિયાન તો 90 દિવસ કરતાંય વધારે સમય સુધી અમે સાથે રહ્યા. મને એ ગમ્યું. અમે આ ફિલ્મ માટે સમગ્ર શૂટિંગ ભૂજમાં કર્યું હતું. અભિષેક બચ્ચન અને હું એના માટે રેડી હતા.20 વર્ષની આ જર્નીમાં હું એક વ્યક્તિ અને એક આર્ટિસ્ટ તરીકે મેચ્યોર થઈ છું. મેં 17 વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી. એ સમયે એક અલગ જ એનર્જી રહેતી હતી. તમને એમ થાય કે, હું કંઈ પણ કરી શકું છું. જોકે, આજે 40 વર્ષની ઉંમરે એવી સ્થિતિ નથી. અત્યારે એક સમયે એક જ ફિલ્મ કરું છું.