Getty Images)

કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ કુલ 12 બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે કોંગ્રેસે ફક્ત બે બેઠકો પર વિજય મેળવી શકી છે. કોંગ્રેસના આવા કંગાળ પ્રદર્શન પર પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવ અને વિપક્ષ નેતા સિદ્ધારમૈયાએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. આ બંને નેતાઓએ કે સી વેણુગોપાલ સાથે આ અંગે ચર્ચા કર્યા બાદ પરાજયની જવાબદારી લેતા પોતાનું રાજીનામું આપ્યું છે.

કર્ણાટકની 15 વિધાનસભાની બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા 12 બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે બે બેઠકો પર કોંગ્રેસે અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારે વિજય મેળવ્યો છે. પેટાચૂંટણીની ખાસ વાત તો એ રહી કે આ ચૂંટણીમાં જનતા દળ પોતાનું ખાતું ખોલાવામાં જ નિષ્ફળ રહી છે. આ પરિણામની સાથે જ યેદિયુરપ્પા સરકાર વિધાનસભામાં બહુમતી સાથે વિજયી થઈ છે.

ભાજપે અથાની, કાગવાડ, ગોકક, યેલ્લાપુર, હીરેકેરુર, રાનેબેન્નૂર, વિજયનગર, ચિક્કાબલ્લાપુર, કે.આર.પુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ અને કૃષ્ણારાજાપેટે બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસે શિવાજીનગર અને હુનાસૂરૂની બેઠક પર વિજય મેળવ્યો છે. તેમજ અપક્ષ ઉમેદવાર શરથ કુમાર બચચેગૌડાએ હોસાકોટેની બેઠક પર વિજય મેળવ્યો છે.