PTI FILE Photo

ભારતની ટેલિકોમ કંપનીઓમાં ગળાકાપ સ્પર્ધાનો સમય ચાલી રહ્યો છે. આ સમયમાં કંપનીઓ જંગી ખોટ કરી રહી હોવાથી ગ્રાહકો પર વધુ કોલ ચાર્જ લાદી રહી છે. વોડાફોન, આઈડીયા, ભારતી એરટેલ સહિતની ખાનગી ટેલિકોમ સર્વિસના પ્રોવાઈડર્સ ખોડ કરી રહ્યાં છે. ત્યારે વોડાફોન આઈડીયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે જો ટેલિકોમ કંપનીઓએ માંગેલી મદદ સરકાર નહીં આપે તો કંપનીઓને જંગી ખોટ સહન કરવી પડશે અને તેના પરિણામે કંપનીઓ બંધ થઈ જશે
બિરલાના મતે સરકાર તરફથી રાહતના અભાવે કંપની ચલાવી શક્ય નહીં બને અને તેને બંધ કરી દેવી પડશે. તેમણે એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં આ વાત જણાવી હતી. બિરલો સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જો સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓને રાહત નથી આપવામાં આવતી તો તેમનું જૂથ વોડાફોન આઈડિયામાં કોઈ રોકાણ નહીં કરશે. સારા નાણાં પણ ખરાબ નાણાંને અનુસરશે તેવું માનવામાં કોઈ તર્ક નથી. જો સરકાર તરફથી કંપનીને કોઈ રાહત નથી મળતી તો તેમણએ નાદારીનો વિકલ્પ અપનાવવો પડશે.