Chairman of India's Aditya Birla Group Kumar Mangalam Birla (L) speaks as Vodafone Group CEO Vittorio Colao watches during a news conference in Mumbai on March 20, 2017. British mobile phone giant Vodafone's Indian unit will merge with Idea Cellular to create India's largest telecoms operator, the firms said Monday, as they combine to fight the rise of Reliance Jio. / AFP PHOTO / PUNIT PARANJPE (Photo credit should read PUNIT PARANJPE/AFP via Getty Images)

આઈડિયા-વોડાફોનની આર્થિક કટોકટીને કારણે દેશનાં પ્રમુખ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાની નેટવર્થમાં મોટી ખોટ જોવા મળી છે. છેલ્લા બે વર્ષમાં બિરલાની નેટવર્થમાં 21500 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. 2017ના અંતથી અત્યાર સુધી તેઓની નેટવર્થમાં એક તૃતીયાંશનો ઘટાડો થયો છે. બિરલા સમુહે આઈડિયાને વોડાફોન સાથે મળીને દેશની સૌથી મોટી દૂરસંચાર કંપની બની ગઈ હતી. આ કંપની પાસે 37 કરોડ ગ્રાહક છે. કંપનીએ ગત અઠવાડિયે કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી ખોટ કરી હતી.જેનાથી લાગ્યું કે બંને કંપનીઓ દેવાળિયું ફૂંકશે. જો કે AGRના મુદ્દે સરકાર દ્વારા બે વર્ષની રાહત મળવાથી કંપની આગળ વધી શકી છે.વોડાફોન બાદ આદિત્ય બિરલા સમૂહે પણ પોતાની ટેલિકોમ કંપનીમાં કોઈ નવું રોકાણ ન કરવાની ઘોષણા પણ કરી હતી. રિપોર્ટ પ્રમાણે વોડાફોન-આઈડિયામાં 45 ટકા ભાગેદારી વોડાફોનની છે. તો ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીની 12 ટકા, બિરલા ટીએમટીની એક ટકા, હિંડાલ્કોની 3 ટકા અને 11 ટકા ભાગેદારી બિરલાની અન્ય કંપનીઓની છે. તો પબ્લિક પાસે 29 ટકા શેર છે. તેમની નેટવર્થ બે વર્ષ પહેલાં 9.1 અબજ ડોલર હતી, જે હવે ફક્ત 6 અબજ ડોલર (43056 કરોડ) રૂપિયા થઈ ગઈ છે.